VIDEO: 207 જળાશયોમાં કુલ 54 ટકાથી વધુ જળસંગ્રહ, 13 ડેમ 100 ટકા ભરાયા
ગુજરાતમાં ચાલુ મોસમમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના મુખ્ય જળાશયોમાં

ગુજરાતમાં ચાલુ મોસમમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના મુખ્ય જળાશયોમાં નવા નીરની આવક સતત થઈ રહી છે. રાજ્યના 207 જળાશયોમાં કુલ 54 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જેમાં 13 ડેમ 100 ટકા ભરાઈને છલકાયા છે, જ્યારે 21 ડેમ માટે તંત્ર દ્વારા હાઈ ઍલર્ટ જાહેર કરવામાં આવી છે.રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 2 લાખ 31 હજાર 242 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 69.25 ટકા છે. ડેમમાં હાલ 3,232 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા સિવાયના 206 મુખ્ય જળાશયોમાં કુલ 2 લાખ 53,336 MCFT જળસંગ્રહ નોંધાયો છે, જે કુલ ક્ષમતાના 45.41 ટકા છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 27 જુલાઈની સ્થિતિએ રાજ્યના જળાશયોમાં 61 ટકાથી વધુ પાણીનો જથ્થો હતો. જુલાઈના અંત અને ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં વરસાદની ઘટ ધરાવતા વિસ્તારોમાં સારા વરસાદની આશા છે. જેથી રવી સિઝન માટે સિંચાઈ અને પીવાના પાણીની ચિંતા સંપૂર્ણપણે દૂર થઈ શકે.




