VIDEO: અમદાવાદમાં ધોળા દિવસે 19 લાખની ચાંદીની ચોરી, યુવાન પાસેથી થેલો લૂંટીને મહિલા ફરાર
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારના સરદાર ચોક વિસ્તારમાં લૂંટનો બનાવ સ
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારના સરદાર ચોક વિસ્તારમાં લૂંટનો બનાવ સામે આવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે લાલભાઈ જવેલર્સ નામની દુકાન આગળ વાહન પર બેસેલા શખ્સનો થેલો લૂંટીને મહિલા અને પુરુષ ફરાર થઈ ગયા હતા.
એક્ટિવા પર સવાર યુવક પાસેથી મહિલા ચાંદીનો થેલો લૂંટી ફરાર
રૂપિયા ૧૯ લાખની ચાંદીની લૂંટ થઈ હતી. એક્ટિવા પર સવાર યુવક પાસેથી મહિલા ચાંદીનો થેલો લૂંટી ફરાર થઈ ગઈ હતી. ઘટનાને લઈને સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




