VIDEO: રાજકોટમાં ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા, રાસલીલા અને નૃત્ય આકર્ષણનું કેન્દ્ર
રાજકોટમાં જગતનાનાથ જગન્નાથજીની 18મી રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર

રાજકોટમાં જગતનાનાથ જગન્નાથજીની 18મી રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતાં. ૨૧ કિલોમીટર લાંબા રથયાત્રાના રુટનું નાનામૌવા, ખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમથી પ્રસ્થાન થયું હતું.
જગન્નાથજીની 18મી રથયાત્રા
રાજકોટના રાજવી મંધાતાસિંહજી જાડેજાએ ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજન અર્ચન કર્યું હતું.આ રથ યાત્રામાં સુરક્ષાને ધ્યાને લઇ 6 આઇપીએસ અધિકારીઓ સહિત 1700 થી વધુ પોલીસ જવાનો જોડાયા હતા.રથયાત્રામાં ૨૫ ફ્લોટ્સ, વૃંદાવનની રાસલીલા, તેમજ અઘોરી બાવાઓના નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.




