VIDEO: અંબાજીમાં નડિયાદના ભક્તોની 162 વર્ષ જૂની પરંપરા
બનાસકાંઠાના અંબાજી મંદિરમાં નડિયાદના ભક્તોએ 162 વર્ષ જૂની પરંપરા જાળવી રાખી છે. નડિયાદથી કંકોડિયા સંઘના

બનાસકાંઠાના અંબાજી મંદિરમાં નડિયાદના ભક્તોએ 162 વર્ષ જૂની પરંપરા જાળવી રાખી છે. નડિયાદથી કંકોડિયા સંઘના ભક્તો ધજા સાથે અંબાજી પહોંચ્યા હતા, જ્યાં નવચંડી યજ્ઞ, ચાચર ચોકમાં ગરબા અને 56 ભોગના અન્નકૂટ સહિતના કાર્યક્રમો યોજાયા. અંબાજી મંદિરની હવનશાળાને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવી હતી અને ભક્તોએ હવનમાં જોડાઈ માતાજીની આરાધના કરી. ભગવતી વાટિકાથી 50થી વધુ નાસિક ઢોલ સાથે ભક્તો ધજા લઈને ગરબે રમતા મંદિર પહોંચ્યા હતા. વિવિધ વેશભૂષામાં હનુમાનજી, મહાકાળી, કાળી અને કથકલી નૃત્યની રજૂઆતો આકર્ષણનું કેન્દ્ર બની હતી.



