VIDEO: અંબાજીમાં લૂંટ કરતી ગેંગના 5 આરોપી ઝડપાયા
બનાસકાંઠાના અંબાજી અને રણુજા જતા ભક્તોના વાહનો પર પથ્થરમારો કરી લૂંટનો પ્રયાસ કરતી ગેંગનો હડાદ પોલીસે પર્દાફાશ

બનાસકાંઠાના અંબાજી અને રણુજા જતા ભક્તોના વાહનો પર પથ્થરમારો કરી લૂંટનો પ્રયાસ કરતી ગેંગનો હડાદ પોલીસે પર્દાફાશ કર્યો છે. ગનાપીપળી ઢાળ પાસે કાર રોકાવી છરી બતાવી લૂંટના પ્રયાસની ફરિયાદ બાદ પોલીસે બાતમીદારો અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી. ગણતરીના દિવસોમાં પોલીસે લૂંટ કરતી ટોળકીના પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર અને મોટરસાઇકલ પણ કબજે કરી છે. આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને ભક્તોની સુરક્ષા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને ગુનાખોરી સામે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી છે. લૂંટ ગેંગ ઝડપાતા ભક્તોમાં પણ રાહતનો માહોલ જોવા મળ્યો છે.



