મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જંગલેશ્વરમાં 150 વર્ષ જૂના મહાદેવ મંદિરનું વૈદિક મંત્રોચ્ચાર સાથે કરાશે સ્થળાંતર, મુસ્લિમો દ્વારા રખાતી હતી દેખરેખ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા ડિમોલિશન દરમિયાન ધાર્મિક આસ્થા જળવાઈ રહે તે હેતુથી ગંગેશ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચાલી રહેલા ડિમોલિશન દરમિયાન ધાર્મિક આસ્થા જળવાઈ રહે તે હેતુથી ગંગેશ્વર મહાદેવ મંદિરનું મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા અન્ય સ્થળે સ્થળાંતર કરવામાં આવશે. સ્થાનિક પી.આઈ. મયુરધ્વજસિંહ સરવૈયા સહિતના પોલીસ સ્ટાફે પૌરાણિક મંદિરની ગરિમા અને ભક્તોની લાગણી ન દુભાય તે માટે ભારે જહેમત ઉઠાવી છે.

વહીવટી તંત્ર દ્વારા માત્ર ગંગેશ્વર મહાદેવ જ નહીં, પરંતુ અન્ય મંદિરોનું પણ વિધિવત ઉત્થાપન કરી સુરક્ષિત રીતે સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ મંદિરની દેખરેખ છેલ્લા કેટલાય સમયથી મુસ્લિમ ભાઈઓ-બહેનો દ્વારા કરાતી હતી. 

આ સમાચાર શેર કરો