મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ભાવનગરમાં ઘોઘાના ભુતેશ્વર ગામે જૂથ અથડામણ, 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત

Bhavnagar News : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામે ગત રાત્રે જૂથ અથડામણ થઇ હતી. જૂની

Bhavnagar News : ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામે ગત રાત્રે જૂથ અથડામણ થઇ હતી. જૂની અદાવતમાં બે જૂથના લોકોએ એકબીજા પર લાકડી, ધોકા, પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. સાથે જ ઘરમાં અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. 

બનાવ ના પગલે એલસીબી, ઘોઘા પોલીસ, એસપી સહિતના ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જૂથ અથડામણની આ ઘટનામાં 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ સમાચાર શેર કરો