VIDEO: પોરબંદર જળમગ્ન, શહેરના મફતીયા પરા વિસ્તારમાંથી 13નું રેસ્કયું
હવામાન વિભાગ (IMD) દ્વારા અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે સૌરાષ્ટ્રના

હવામાન વિભાગ (IMD) દ્વારા અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેના પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ગરુવારે (18 જુલાઈ) ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને પોરબંદરમાં વરસાદનું રૌદ્ર રુપ જોવા મળ્યું હતું
રોકડીયા હનુમાન સામે મફતીયા પરામાંથી 13 લોકોનું રેસ્કયું કરાયું
રોકડીયા હનુમાન સામે મફતીયા પરામાંથી 13 લોકોના રેસ્કયું કરી અને સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે. સ્થળાંતર કરવામાં આવેલા લોકોના ઘરમાં પાણી ઘુસેલા હતા એક માળ સુધી પાણી ભરાયા હતા.રેસ્કયું કરીને આ લોકોને સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે.
ભારે વરસાદના પગલે ઘરો અને દૂકાનોમાં પાણી ઘૂસ્યા
ભારે વરસાદના પગલે ઘરો અને દૂકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. કેટલાક વિસ્તારોમાં તો એટલું પાણી ભરાય ગયા હતા કે લોકો પોતાના ઘરના ઘાબે જવા મજબૂર બન્યા હતા. નિચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.






