VIDEO : દહાણુ પાસે ટેમ્પો અને કન્ટેનર વચ્ચે સર્જાયેલા અત્યંત ભીષણ અકસ્માતમાં 13 લોકોના મોત
મુંબઈ-અમદાવાદ હાઈવે પર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણું પાસે એક ટેમ્પો
મુંબઈ-અમદાવાદ હાઈવે પર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણું પાસે એક ટેમ્પો અને કન્ટેનર વચ્ચે સર્જાયેલા અત્યંત ભીષણ અકસ્માતમાં ૧૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દહાણું તાલુકાના બાપુગામથી ટેમ્પોમાં સગાઈના પ્રસંગે જઈ રહેલા આશરે ૧૦૦ જેટલા લોકોને કાળ ભરખી જતાં સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે વાહનો પલટી મારી ગયા હતા અને ઘટનાસ્થળ ચીસોથી ગુંજી ઉઠ્યું હતું. આ અકસ્માતમાં ૨૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.




