મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: નેપાળનાં મનાંગમાં હિમસ્ખલન પર્વતારોહકો સહિત 12 લોકો લાપતા

નેપાળનાં મનાંગ જિલ્લામાં હિમલુંગ હિમાલની ટોચે હિમસ્ખલનને કારણે પર્વતારોહકો સહિત ૧૨ લોકો લા

તસવીર: gstv

નેપાળનાં મનાંગ જિલ્લામાં હિમલુંગ હિમાલની ટોચે હિમસ્ખલનને કારણે પર્વતારોહકો સહિત ૧૨ લોકો લાપતા થઇ ગયા છે. નાર ફૂ વિસ્તારમાં આવેલા ૭૧૨૬ મીટર ઉંચા હિમલંગ હિમાલ શિખરનાં બેઝ કેમ્પ પર થયેલા હિમસ્ખલનને કારણે એક તંબુ દટાઇ ગયો હતો. જેમાં ૯ પર્વતારોહકો અને ૧૩ સહાયક કર્મચારીઓ હતાં. સતત વરસાદના કારણ ભૂસ્ખન અને પૂરની સ્થિતિ પણ છે. જેના ભયાનક વીડિયો પણ સામે આવી રહ્યાં છે. નેપાળના પ્રશાસને રાહત અને બચાવ કામગીરી માટે ઘટના સ્થળે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું છે. નેપાળનાં પર્વતીય વિસ્તારોમાં સતત વરસાદ અને હિમવર્ષા વચ્ચે આ ઘટના બની દોઢ મહિના પહેલા બનેલી ઘટનાની પણ કડવી યાદો તાજા કરાવી રહી છે. પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક મકાનો તણાઇ ગયા છે અને રસ્તા પરની અવરજવર ખોરવાઇ ગઇ છે.

આ સમાચાર શેર કરો