VIDEO: ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર 10,000 દીવડાઓથી ઝળહળી ઉઠ્યું
રાજ્યમાં દિવાળીના પર્વની ગાંધીનગરના અક્ષરઘામ ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે. જેમાં ગાંધીનગર BAPS સ્વામિનારાયણ
રાજ્યમાં દિવાળીના પર્વની ગાંધીનગરના અક્ષરઘામ ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે. જેમાં ગાંધીનગર BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી છે. સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ખાતે 10 હજાર દિવડા સાથે દિપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
8 નવેમ્બર સુધી દિપોત્સવની ઉજવણી થશે
આ ભવ્ય ઉજવણીમાં અક્ષરધામ મંદિર પ્રાંગણમાં દીવડા સાથે ગ્લો ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું. BAPS સ્વામિનારાયણ મંદિર ગાંધીનગર ખાતે 31 ઑક્ટોબરથી 8 નવેમ્બર સુધી દિપોત્સવની ઉજવણી થશે. છેલ્લા 32 વર્ષથી મંદિર ખાતે દિવાળી પર્વ પર દિપોત્સવની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો: Ayodhya Deepotsav: 25 લાખથી વધુ દીવડાઓથી ઝળહળી ઉઠી રામનગરી, બનાવ્યો નવો રેકોર્ડ
સોમવારે મંદિર ચાલુ રહેશેદિવાળી તહેવારને ધ્યાને રાખી સોમવારે મંદિર દર્શન માટે ચાલુ રહેશે. આગામી 11 નવેમ્બરના રોજ નીલકંઠ વર્ણીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે.






