Video-સુરતમાં બિલ્ડીંગના અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન વખતે માટી ધસી પડતાં 3 દબાયાં, 1નું મોત
સુરતમાં ચોમાસું નજીક છે ત્યારે બિલ્ડરો દ્વારા પોતાના કન્સ્ટ્રક્શનને ઝડપથી જમીનની બહાર ક

સુરતમાં ચોમાસું નજીક છે ત્યારે બિલ્ડરો દ્વારા પોતાના કન્સ્ટ્રક્શનને ઝડપથી જમીનની બહાર કાઢવા માટે રાત દિવસ એક કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગઢપુર નજીક ચાલતી બિલ્ડીંગના અંડરગ્રાઉન્ડના કામકાજ દરમિયાન માટી ધસી પડી હતી. જેથી 3 શ્રમિકો દટાઈ ગયાં હતાં. જેમાં બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. જ્યારે એકનું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
અંડર ગ્રાઉન્ડ દિવાલ બનાવતા દુર્ઘટના
ગઢપુર નજીક બિલ્ડર આશિષ પટેલ દ્વારા હાઈરાઈઝ એપાર્ટમેન્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ સાઈટ બિલ્ડર દ્વારા કોન્ટ્રાક્ટર આશિષ પટોળિયાને સોંપવામાં આવી હતી. ત્યારે વરસાદ અગાઉ કામ તેજ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે બપોરના સમયે અંડર ગ્રાઉન્ડની દિવાલ બનાવતી વખતે માટી ધસી પડી હતી.
બે શ્રમિકોને બહાર કઢાયા
માટી ધસી પડતા ત્રણ મજૂરો દબાયા હતાં. જેથી આસપાસથી સ્થાનિકોની સાથે શ્રમિકો દોડી આવ્યા હતાં. દટાયેલા ત્રણ પૈકી બે શ્રમિકોને બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે 1 શ્રમિકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
મૃતકનું નામ
મોહમ્મદ જાકીરભાઈ
ઈજાગ્રસ્તના નામ
લાલા છપરી
અંશુલભાઈ








