શું AI બનશે ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ? જૈવિક હથિયાર અને જાસૂસી માટે ક્લૉડનો ગંદો ખેલ પકડાયો!

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની એન્થ્રોપિક એ એક મોટો ખુલાસો કર્યો છે, અને જણાવ્યું છે કે, વિશ્વના કેટલાક દેશો અને આતંકવાદી જૂથો AI નો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કંપનીએ રજૂ કરેલા રિપોર્ટ અનુસાર, ઈરાન સમર્થિત યમનના હૂથી વિદ્રોહીઓએ પણ ગાઈડેડ મિસાઈલો માટે સોફ્ટવેર તૈયાર કરવા માટે એન્થ્રોપિકના AI ચેટબોટ ક્લૉડનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ ખતરનાક હથિયારો અને જાસૂસી જેવા કામો માટે પણ AI નો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ગાઈડેડ રોકેટ અને મિસાઈલ પ્રોગ્રામ માટે AI નો ઉપયોગ
એન્થ્રોપિક દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા 154 પેજના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, યમન સ્થિત એક જૂથે Claude Code નો દુરુપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ જૂથે ગાઈડેડ રોકેટ અને અન્ય મિસાઈલ પ્રોગ્રામ માટે ગાઈડન્સ, નેવિગેશન અને સોફ્ટવેર કોડિંગ બનાવવા માટે AI ની મદદ લીધી હતી. જોકે રિપોર્ટમાં જૂથનું સીધું નામ નથી આપવામાં આવ્યું, પરંતુ સંકેતો દર્શાવે છે કે, આ ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓ હોઈ શકે છે, જેમના પાસે મિસાઈલ અને ડ્રોનનો મોટો જથ્થો છે.
સર્વેલન્સ અને બાયોવેપન્સ બનાવવાના પ્રયાસો
રિપોર્ટ અનુસાર, કેટલાક દેશોની સરકારો અને જૂથો Claude ની મદદથી માસ સર્વેલન્સ (મોટા પાયે જાસૂસી) અને ખતરનાક બાયોલોજિકલ હથિયારો (જૈવિક હથિયારો) બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એન્થ્રોપિકે (Anthropic) ડિસેમ્બર 2025 થી ઓગસ્ટ 2026 દરમિયાન ગુનાહિત જૂથો, હેકર્સ અને જાસૂસી નેટવર્ક દ્વારા કરવામાં આવેલા આવા અનેક નિષ્ફળ પ્રયાસોનો ઉલ્લેખ કર્યો છે.

