Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Western countries will impose a complete ban on the maritime transport of Russian crude! What will be the impact of this?

પશ્ચિમી દેશો રશિયન ક્રૂડના સમુદ્રી પરિવહન પર મૂકશે સંપૂર્ણ પ્રતિબંધ! આનાથી શું થશે અસર

Timeછેલ્લું અપડેટ : 07 Dec 2025
લાઇવ ટીવીGoogle News
પશ્ચિમી દેશો રશિયન ક્રૂડના સમુદ્રી પરિવહન પર મૂકશે સંપૂર્ણ પ્રતિબંધ! આનાથી શું થશે અસર
સોર્સ : GSTV

રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને પશ્ચિમી દેશોના દબાણ વચ્ચે ભારતને ક્રૂડ ઓઈલનો પૂરવઠો અવિરત ચાલુ રાખવાની જાહેરાત કરી છે ત્યારે જી-૭ દેશો અને યુરોપીયન યુનિયન રશિયન ક્રૂડ ઓઈલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યાં છે. ઈયુ અને જી-૭ દેશોના સૂચિત પ્રતિબંધોથી રશિયન ક્રૂડ ઓઈલ પરની વર્તમાન પ્રાઈસ લિમિટની સિસ્ટમ સમાપ્ત થઈ શકે છે.

App Store

યુક્રેન રશિયા યુદ્ધ પૂર્ણ કરવા પશ્ચિમી દેશોની પ્રયાસ

યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન પર પશ્ચિમી દેશોના દબાણના અનેક પ્રયત્નો નિષ્ફળ ગયા પછી હવે યુરોપીયન યુનિયન અને જી-7 દેશોએ રશિયન ક્રૂડ ઓઈલની સમુદ્રી માર્ગે નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધની તૈયારી કરી છે. પશ્ચિમી જહાજો મારફત રશિયન ક્રૂડ ઓઈલની નિકાસ અને વીમા સેવાઓ  પરના આ પ્રતિબંધોનો અમલ 2026ની શરૂઆતમાં થવાની શક્યતા છે.

પશ્ચિમી દેશો આગામી વર્ષની શરૂઆતમાં નવા પ્રતિબંધ પેકેજનો અમલ કરવા તૈયારી કરી રહ્યા છે ત્યારે તેમનું આ પગલું રશિયન અર્થતંત્ર માટે મોટા ફટકા સમાન બની શકે છે, કારણ કે ક્રૂડ ઓઈલનું વેચાણ રશિયન અર્થતંત્રમાં મહત્વનો હિસ્સો છે. 

આ પ્રતિબંધો રશિયન ક્રૂડ ઓઈલ પરની પ્રઈસ કેપને સંપૂર્ણપણે ખતમ કરશે 

પશ્ચિમી દેશોના આ પ્રતિબંધો રશિયન ક્રૂડ ઓઈલ પર પ્રાઈસ કેપને સંપૂર્ણપણે ખતમ કરી દેશે. મીડિયા અહેવાલ મુજબ જી7 અને યુરોપીયન યુનિયનના 'સંપૂર્ણ સમુદ્રી સેવાઓ પર પ્રતિબંધ'નો અર્થ એ છે કે રશિયાનું ક્રૂડ ઓઈલ અથવા ઈંધણ લઈ જતા કોઈપણ જહાજને પશ્ચિમી ટેન્કર, વીમા અથવા નોંધણી સેવાઓ નહીં મળે. આ પ્રતિબંધોથી રશિયા માટે તેનું ક્રૂડ ઓઈલ સમુદ્રી માર્ગે ભારત અને ચીન જેવા દેશો સુધી પહોંચાડવું લગભગ અશક્ય બનશે, કારણ કે રશિયાના એક  તૃતિયાંશથી વધુ ક્રૂડ ઓઈલની નિકાસ હજુ પણ ગ્રીસ, સાયપ્રસ અને માલ્ટા જેવા ઈયુ દેશોના ટેન્કરોથી થાય છે.

જી7 અને ઈયુ દેશોનો સંપૂર્ણ પ્રતિબંધોનો પ્રસ્તાવ પસાર થઈ જશે તો રશિયાએ તેના ક્રૂડ ઓઈલની નિકાસ માટે તેના શેડો ફ્લીટ એટલે કે જૂના, ઓછા નિરીક્ષણવાળા, અસ્પષ્ટ માલિકીવાળા જહાજો પર વધુ નિર્ભર રહેવું પડશે.