Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : India reduces imports of Russian crude oil, buys "Upper Zakum" from Abu Dhabi, know what is its specialty

ભારતે રશિયન ક્રૂડ ઓઈલની આયાતમાં કર્યો ઘટાડો, અબુ ધાબી પાસેથી ખરીદ્યું "અપર ઝકુમ", જાણો શું છે તેની ખાસિયત

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2025
લાઇવ ટીવીGoogle News
ભારતે રશિયન ક્રૂડ ઓઈલની આયાતમાં કર્યો ઘટાડો, અબુ ધાબી પાસેથી ખરીદ્યું "અપર ઝકુમ", જાણો શું છે તેની ખાસિયત
સોર્સ : GSTV

અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને લીધે ભારતીય ઓઈલ કંપનીઓના સોદાઓમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારત સરકારની માલિકીની ઓઈલ કંપની "ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ"(BPCL)એ રશિયન તેલને બદલે અબુ ધાબી પાસેથી ક્રૂડ તેલ ખરીદવાનો નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોઇટર્સના મતે, બીપીસીએલએ ‘અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની’ (ADNOC) ના વેપાર વિભાગ પાસેથી ડિસેમ્બરમાં મળવાપાત્ર 20 લાખ બેરલ 'અપર ઝકુમ' ગ્રેડનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે.

App Store

પ્રતિબંધોએ ભારતીય કંપનીઓને કરી સજાગ

આ નિર્ણયનો પડઘો ગયા અઠવાડિયે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોમાંથી પડ્યો છે. અમેરિકાએ રશિયાની બે મુખ્ય ઓઈલ કંપનીઓ ‘રોઝનેફ્ટ’ અને 'લુકોઇલ' પર યુક્રેન યુદ્ધને આર્થિક સહાય પૂરી પાડવાના કારણસર પ્રતિબંધો મૂક્યા છે. આ ઘટનાથી ભારતની અન્ય ઓઈલ કંપનીઓ સાથે બીપીસીએલએ પણ રશિયન સપ્લાયર્સ સાથેના ભવિષ્યના કરારોની સમીક્ષા શરૂ કરી દીધી છે. બીપીસીએલના એક અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે હવે કંપની ફક્ત એ જ રશિયન કંપનીઓ પાસેથી તેલ ખરીદશે, જે અમેરિકાની પ્રતિબંધની યાદીમાં સામેલ નહીં હોય.

અપર ઝકુમ અને રશિયન ઓઈલમાં શું છે તફાવત?

'અપર ઝકુમ' અબુ ધાબીમાં આવેલો એક ઓફ શોર ઓઈલ રીજન છે, જેમાંથી મધ્યમ-ભારે ગુણવત્તાનું ક્રૂડ ઓઈલ મળે છે. આ ઓઈલની શુદ્ધિકરણ ક્ષમતા ઉત્તમ ગણાય છે, જેના કારણે એશિયન બજારોમાં, ખાસ કરીને ભારત અને જાપાનમાં, તેની માંગ વધુ છે. રશિયન ઓઈલ, ખાસ કરીને 'યુરલ્સ ગ્રેડ', કિંમતમાં સસ્તું હોવા છતાં તેમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે. સલ્ફરનું વધુ પ્રમાણ શુદ્ધિકરણનો ખર્ચ વધારે કરે છે. જ્યારે 'અપર ઝકુમ' ઓઈલ સ્વચ્છ અને ઉચ્ચ ગુણવત્તાવાળું મનાય છે.

ઓઈલની આયાતમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે

BPCL પ્રતિ માસ લગભગ 1.46 કરોડ બેરલ ક્રૂડ ઓઈલની વિદેશી બજારોમાંથી ખરીદી કરે છે, જેનો મોટો ભાગ અત્યાર સુધી રશિયાથી જ આવતો હતો. હવે કંપનીની યોજના તેની જરૂરિયાતથી અડધું ઓઈલ પ્રતિબંધોમાં ન હોય તેવી રશિયન સંસ્થાઓ પાસેથી અને બાકીનો અડધો ભાગ અબુ ધાબી અથવા સાઉદી અરેબિયા જેવા અન્ય દેશોમાંથી મેળવવાની છે. નોંધનીય છે કે, ડેટા એનાલિસિસ કંપનીઓ કેપ્લર અને ઓઇલ એક્સના આંકડા પ્રમાણે આ માહિતી અપાઈ છે.