Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Russia offers India double discount on crude oil imports

ટેરિફ મુદ્દે ટ્રમ્પનો દાવ ઊંધો પડ્યો! રશિયાથી ભારત ક્રૂડ ઓઈલની આયાત વધારશે

Timeછેલ્લું અપડેટ : 10 Oct 2025
લાઇવ ટીવીGoogle News
ટેરિફ મુદ્દે ટ્રમ્પનો દાવ ઊંધો પડ્યો! રશિયાથી ભારત ક્રૂડ ઓઈલની આયાત વધારશે
સોર્સ : GOOGLE

અમેરિકા દ્વારા રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી પર 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હોવા છતાં, ભારત આગામી મહિનાઓમાં રશિયાનું ક્રૂડ ઓઈલની આયાત વધારવા માટે તૈયાર છે. આ નિર્ણય અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણની નીતિને નિષ્ફળ બનાવતો હોવાના સંકેત આપે છે, જેમણે ભારતીય માલની આયાત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે.

App Store

ભારતનું વલણ: વ્યાવસાયિક અને વ્યૂહાત્મક નિર્ણય

અમેરિકા સતત ભારત પર દબાણ કરી રહ્યું છે કે તે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે. અમેરિકાનો તર્ક છે કે આનાથી ભારત યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાને નાણાકીય સહાય પૂરી પાડી રહ્યું છે. જો કે, ભારતે પોતાનું વલણ જાળવી રાખ્યું છે. ભારતનું સ્પષ્ટપણે કહેવું છે કે દેશની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેનો નિર્ણય સંપૂર્ણપણે વ્યાપારી અને વ્યૂહાત્મક રીતે વાજબી છે.

રશિયાની આકર્ષક 'ડબલ ડિસ્કાઉન્ટ' ઓફર

અમેરિકા સાથે ચાલી રહેલી વેપાર વાટાઘાટો વચ્ચે ભારતનું રશિયા પાસેથી આયાત વધારવાનો નિર્ણય ટ્રમ્પની નીતિને જોખમમાં મૂકે છે. એક અહેવાલ અનુસાર, રશિયા ભારતને ક્રૂડ ઓઈલની આયાત પર ડબલ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે, જે ભારત માટે અત્યંત આકર્ષક છે. નવેમ્બરથી શરૂ કરીને, રશિયાએ ભારત માટે બ્રેન્ટ ક્રૂડ લોડિંગ પર પ્રતિ બેરલ 2 ડૉલરથી 2.50 ડૉલરનું ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે. આ ડિસ્કાઉન્ટ એટલું મોટું છે કે તે અમેરિકાના 25 ટકા ટેરિફની અસરને લગભગ સરભર કરી દેશે.
 
ઉલ્લેખનીય છે કે, જુલાઈ-ઑગસ્ટમાં રશિયાએ સ્થાનિક બજારની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરતાં આ ડિસ્કાઉન્ટ ઘટીને પ્રતિ બેરલ માત્ર 1  ડૉલર થઈ ગયું હતું. જો કે, હવે આ ડિસ્કાઉન્ટ ફરી વધતા ભારતીય ઓઈલ કંપનીઓ માટે રશિયન ક્રૂડની ખરીદી અત્યંત નફાકારક સાબિત થઈ શકે છે.