શું પાકિસ્તાન બાંગ્લાદેશ આર્મીમાં બળવો ભડકાવવા જઈ રહ્યું હતું? લેફ્ટનન્ટ જનરલ ફૈજુર રહેમાન હાલ નજર હેઠળ
પાડોશી દેશ બાંગ્લાદેશમાં હજુ પણ અસ્થિરતા યથાવત છે, માહિતી મુજબ બાંગ્લાદેશી આર્મી બળવાની તૈયારી

પાડોશી દેશ બાંગ્લાદેશમાં હજુ પણ અસ્થિરતા યથાવત છે, માહિતી મુજબ બાંગ્લાદેશી આર્મી બળવાની તૈયારી કરી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેનાના લેફ્ટનન્ટ જનરલ ફૈજુર રહેમાન પાકિસ્તાનના ઉશ્કેરણી પર વિદ્રોહ કરવાની તૈયારી કરી રહ્યા હતા.
લેફ્ટનન્ટ જનરલ ફૈજુર રહેમાન બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર ઉઝ્ઝમાન વિરુદ્ધ કરવાના હતા બળવો
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના નજીકના અને જમાતી સમર્થક ગણાતા લેફ્ટનન્ટ જનરલ ફૈજુર રહેમાન બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર ઉઝ્ઝમાન વિરુદ્ધ બળવો કરવા જઈ રહ્યા હતા. તેમણે માર્ચના પહેલા સપ્તાહમાં આ અંગે એક બેઠક પણ બોલાવી હતી. પરંતુ આ અધિકારીઓએ આ અંગે આર્મી ચીફની ઓફિસને જાણ કરી હતી.
જમાતના નેતાઓ અને પાકિસ્તાની રાજદ્વારીઓને મળ્યા
આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીની આસપાસ ફૈજુર રહેમાન જમાતના નેતાઓ અને પાકિસ્તાની રાજદ્વારીઓને મળ્યા હતા. બાંગ્લાદેશના આર્મી ચીફને આ બેઠકોની જાણકારી આપવામાં આવી હતી. આ પગલા બાદ બાંગ્લાદેશના આર્મી ચીફે લેફ્ટનન્ટ જનરલ રહેમાનને બાંગ્લાદેશની મિલિટરી ઈન્ટેલિજન્સ ડીજીએફઆઈની દેખરેખ હેઠળ રાખ્યા છે.






