Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Video/ Trump's tariff policy backfires: 1 lakh people lost their jobs in America,

Video/ ટ્રમ્પની ટેરિફ પોલિસીનો દાવ ઉંધો પડ્યો: અમેરિકામાં 1 લાખ લોકોએ નોકરી ગુમાવી, નાના ઉદ્યોગો મુશ્કેલીમાં!

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Donald Trump Tariff News : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે આખા વિશ્વના દેશો પર તેમ કહીને ટેરિફ નાખ્યો હતો કે તેનાથી અમેરિકાને ફાયદો થશે, અમેરિકન ઉત્પાદકોને ફાયદો થશે, પણ વાસ્તવમાં તેનો ટેરિફનો દાવ અવળો પડયો છે. તેની ટેરિફ પોલિસીના લીધે અમેરિકન ઉત્પાદકો જ મુશ્કેલીમાં મૂકાયા છે. ટ્રમ્પના શાસનના વર્ષના સમયગાળામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં લગભગ એક લાખ નોકરીઓ ખતમ થઈ ગઈ છે.

App Store

ટ્રમ્પને સમર્થન આપનારા કેટલાય નાના અને મધ્યમ ઉદ્યોગપતિઓએ આજે રાતા પાણીએ રોવાનો વખત આવ્યો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ટ્રમ્પને સમર્થન આપનાર અક સ્થાનિક ઉદ્યોગપતિ એલન એન્જિનિયરિંગ કોર્પ કરીને કંપની ચલાવે છે. ટ્રમ્પની ટેરિફની નીતિઓના લીધે તેના એન્જિન, સ્ટીલ અને ગીયરબોક્સના તથા ક્લચના ભાવ વધી ગયા છે. આના કારણે તે ઉદ્યોગપતિએ ગ્રાહક છૂટી જવાના ડર વચ્ચે પણ ઉત્પાદનોના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. તેણે ખર્ચ ઘટાડવા માટે ફેક્ટરીમાં કર્મચારીઓની સંખ્યા 205થી ઘટાડી 140 કરી દીધી છે. તેણે જણાવ્યું હતું કે જો ટ્રમ્પની નીતિઓ ચાલુ રહી તો તેણે ક્યાંક ફેક્ટરી બંધ કરવાનો સમય ન આવે. 

આમ ટ્રમ્પ એકબાજુએ દાવો કરે છે કે તેની નીતિઓના કારણે અમેરિકન મેન્યુફેક્ચરિંગ જોબ્સમાં વધારો થશે, પરંતુ વાસ્તવમાં ટ્રમ્પના શાસનના પહેલા વર્ષમાં લગભગ 98 હજારથી વધુ એટલે કે લગભગ એક લાખ  મેન્યુફેકચરિંગ જોબ્સનો લોસ થયો છે. હાલમાં પણ જે કારોબાર ચાલી રહ્યા છે તે પણ બાઇડેનની પોલિસીઓના કારણે ચાલી રહ્યા છે. બાકી ટ્રમ્પ તો અમેરિકન અર્થતંત્રનું નિકંદન કાઢવા બેઠો હોવાની સ્થાનિક લોકોની માન્યતા વધુને વધુ પ્રબળ બની રહી છે. 

અમેરિકાના 98 ટકા ઉત્પાદન એકમો 200 થી પણ ઓછા કામદારો ધરાવતા હોવાનું સેન્સસ બ્યૂરો ઓફ ડેટા જણાવે છે. તેઓ પાસે એપલ જેવી મહાકાય કંપનીઓની જેમ લોબીઇંગ માટે નથી પૂરતું ભંડોળ કે નથી કોઈ મોટી બ્રાન્ડનેમ જેનાથી તેમને આ સ્થિતિનો સામનો કરવામાં મદદ મળ. 

ટ્રમ્પ દાવો કરે છે કે કેન્સ્ટ્રકશન સેક્ટરમાં તેના કારણે તેજી જોવા મળી રહી છે, પરંતુ નિષ્ણાતો તેના માટે જુદુ જ કારણ આપે છે. તેઓનું કહેવું છે કે બાઇડેન ૨૦૨૨માં ચિપ્સ એન્ડ સાયન્સ એક્ટ લાવ્યા, જેમા કમ્પ્યુટર ચિપ પ્લાન્ટ્સને મોટાપાયા પર સબસિડી આપવામાં આવી હતી. તેના કારણે કન્સ્ટ્રકશન સેક્ટરમાં તેજી જોવા મળી છે. આમ અહીં પણ ટ્રમ્પની કોઈ ભૂમિકા નથી. વાસ્તવમાં તો ટ્રમ્પના કાર્યકાળમાં ફેક્ટરીઓ બનવાની અને બાંધકામ ક્ષેત્રની ગતિ ઘટી છે. 

ટ્રમ્પ દ્વારા ગમે ત્યારે પ્રતિબંધ મૂકી દેવા, ગમે ત્યારે રાહતો આપવાની જાહેરાત કરવી, ગમે ત્યારે યુ ટર્ન લેવો, તેની નીતિઓ સામેના કાયદાકીય પડકારોના લીધે અમેરિકાના નાના ઉદ્યોગકારો માટે આયોજન કરવું લગભગ અશક્ય થઈ ગયું છે. તેમને ખબર જ નથી કે આજે તેમણે કંઇક આયોજન કર્યુ તો કાલ ઉઠીને ફક્ત ટ્રમ્પ ગમે તેવી આડીઅવળી જાહેરાત કરીને તેમના કારોબારની હાલત ખરાબ ન કરી નાખે. આના કારણે અમેરિકામાં  ફેક્ટરી એક્સ્પાન્શન અટક્યું છે, કોઈ મૂડીપતિ મૂડી રોકવા તૈયાર નથી. દરેક જણ નાના ઉદ્યોગપતિ હવે ટ્રમ્પના આ અનિશ્ચિત શાસનના ત્રણ વર્ષ પૂરા કેવી રીતે કરવા તેના આયોજનમાં લાગેલો છે. આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે ટ્રમ્પે મારેલા ફટકામાંથી બેઠા થવામાં અમેરિકાને દાયકાઓ લાગશે.