Video: બેન્જામિન નેતન્યાહૂએ પીએમ મોદી સાથે ટેલિફોન વાતચીત કરી, ઈઝરાયેલ આવવા આમંત્રણ

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાતચીત કરી છે. આ વાતચીતમાં ભારત અને ઇઝરાયેલ વચ્ચેના મજબૂત વ્યૂહાત્મક સંબંધો તેમજ આતંકવાદ સામે મળીને લડવાના સંકલ્પ અંગે વિગતવાર ચર્ચા થઈ હતી. ઇઝરાયેલી પીએમ નેતન્યાહૂએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી હતી. પોસ્ટમાં નેતન્યાહૂએ જણાવ્યું કે, મેં મારા મિત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. મેં તેમને ઇઝરાયેલના સ્વતંત્રતા દિવસ પર વીર ભારતીય પાયલટ સ્મિત મચ્છર સાથે મશાલ પ્રજ્જવલિત કરવા માટે આમંત્રિત કર્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે પીએમ મોદીએ આ આમંત્રણ બદલ આભાર માન્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે જમીન હોય કે આકાશ, ભારત અને ઇઝરાયેલ આતંકવાદ સામે એકસાથે મળીને લડી રહ્યા છે. પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના Sવર્ષો જૂના અને મજબૂત સંબંધોની પણ પ્રશંસા કરી હતી.




