VIDEO: USના નોર્થ કેરોલિનામાં લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ, અનેક લોકોના મોતની આશંકા
અમેરિકાના નોર્થ કેરોલિનામાં સ્ટેટ્સવિલે રિઝનલ એરપોર્ટ પર બિઝનેસ વિમાન ક્રેશ થય
અમેરિકાના નોર્થ કેરોલિનામાં સ્ટેટ્સવિલે રિઝનલ એરપોર્ટ પર બિઝનેસ વિમાન ક્રેશ થયાનો એક વીડિયો સામે આવ્યો છે. વિમાનમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં 6 જેટલા લોકોના લોકોના મોત થયા હોવાની આશંકા છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડને જાણ કરવામાં આવી છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
વિમાન બન્યું આગનો ગોળો
એવું અહેવાલ છે કે વિમાન ક્રેશ થતાં સળગી ઉઠ્યું હતું. કટોકટીની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. હાલમાં તે સ્પષ્ટ નથી કે કેટલા લોકો સવાર હતા. એરપોર્ટ પર અગ્નિશામકો આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને અકસ્માતની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.




