મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ઇઝરાયલી સાથીઓ સાથે મળીને અમે દુશ્મનને કચડી રહ્યા છીએઃ ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કાર

તસવીર: GSTV

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશોનું ટેન્શન વધ્યું છે. મિડલ ઈસ્ટના દેશોમાંથી ઓઈલ અને ગેસની સપ્લાય લગભગ ઠપ પડી ગઈ છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે ઈરાન સાથે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે, જોકે તેમણે ચોક્કસ સમયમર્યાદા આપી ન હતી. પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે યુદ્ધ વિશે કહ્યું,અમે આ યુદ્ધનો પણ અંત લાવવાની ખૂબ નજીક છીએ.

ઇઝરાયલી સાથીઓ સાથે મળીને અમે દુશ્મનને કચડી રહ્યા છીએ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું,ઇઝરાયલી સાથીઓ સાથે મળીને અમે તકનીકી કૌશલ્ય અને લશ્કરી શક્તિના જબરદસ્ત પ્રદર્શન સાથે દુશ્મનને કચડી રહ્યા છીએ. ઈરાનની ડ્રોન અને મિસાઇલ ક્ષમતાઓ સંપૂર્ણપણે નાશ પામી છે, નૌકાદળ નાશ પામ્યું છે, અમે ઈરાનના 46 જહાજોનો નાશ કર્યો છે. તેમના આતંકવાદી નેતાઓને મારી નાખવામાં આવ્યા છે. અમે તેમના અંતનો અવાજ સાંભળી રહ્યા છીએ. જ્યાં સુધી દુશ્મન સંપૂર્ણપણે અને નિર્ણાયક રીતે પરાજિત ન થાય ત્યાં સુધી અમે પીછેહઠ કરીશું જ નહીં.

ટ્રમ્પે કહ્યું કે પરંતુ અમે હજુ સુધી પૂરતા પ્રમાણમાં જીત્યા નથી

ટ્રમ્પે કહ્યું કે  પરંતુ અમે હજુ સુધી પૂરતા પ્રમાણમાં જીત્યા નથી. અમે અંતિમ વિજય પ્રાપ્ત કરવા માટે પહેલા કરતાં વધુ દૃઢ નિશ્ચય સાથે આગળ વધી રહ્યા છીએ જે આ લાંબા સમયથી ચાલતા ખતરાને કાયમ માટે સમાપ્ત કરશે. 

ઈરાન અંગે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો આપણે હસ્તક્ષેપ ન કર્યો હોત તો તેઓ આપણા પર હુમલો કરી નાખ્યો હતો. તેઓ એક અઠવાડિયામાં આપણા પર હુમલો કરવાના 100 ટકા હતા. તેઓ સંપૂર્ણ રીતે તૈયાર હતા. તેમની પાસે અપેક્ષા કરતા ઘણી વધુ મિસાઇલો હતી, તેઓ સમગ્ર મધ્ય પૂર્વ અને ઇઝરાયલ પર હુમલો કરવાના હતા. જો તેમની પાસે પરમાણુ શસ્ત્રો હોત, તો તેઓ તેનો સૌથી પહેલો ઉપયોગ ઇઝરાયલ પર કરવાના હતા. અમારી અને ઈઝરાયલની ફોર્સે મળીને ઈરાનના વિવિધ શહેરોમાં આવેલા મિસાઇલ બેઝ અને લોન્ચરમાંથી અમે લગભગ 80 ટકાનો નાશ કર્યો છે. તેમની પાસે હવે ખૂબ ઓછા લોન્ચર બાકી છે. આપણી સેનાએ જે કર્યું છે તે અદ્ભુત છે.

આ સમાચાર શેર કરો