US-Israel Attacks Iran : ઈરાને ચેતવણી ન માની, જરૂર પડી તો સૈન્ય ઉતારવામાં આવશે : ડોનાલ્ડ ટ્રમ્પ

US-Israel Attacks Iran : અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે ચાલી રહેલા સૈન્ય અભિયાનને લઈને અત્યંત આક્રમક વલણ અખત્યાર કર્યું છે. ન્યૂઝ ચેનલ સીએનએનને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે ચેતવણી આપી છે કે, ‘ઈરાનમાં હજી મોટી લહેર આવવી બાકી છે.’ ટ્રમ્પના આ નિવેદન વચ્ચે જ ઈરાનના ઇસ્ફહાન સ્થિત ન્યુક્લિયર સાઈટ પર નવા પ્રચંડ વિસ્ફોટો થયા હોવાના અહેવાલ મળ્યા છે. ટ્રમ્પ ઈરાનની પરમાણુ ક્ષમતાને સંપૂર્ણપણે તોડી પાડવા માંગે છે.
મધ્ય પૂર્વ હવે એક મોટા યુદ્ધની ઝપેટમાં છે. 28 ફેબ્રુઆરી, 2026, શનિવારની સવારે, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલના સંયુક્ત દળોએ ઇરાન પર એક મોટો હુમલો (ઇઝરાયલ ઇરાન યુદ્ધ) શરૂ કર્યો, જેને અમેરિકાએ "ઓપરેશન એપિક ફ્યુરી" નામ આપ્યું અને ઇઝરાયલે "ઓપરેશન લાયન્સ રોર" નામ આપ્યું. આ હુમલામાં ઇરાનના સુપ્રીમ લીડર, આયાતુલ્લાહ અલી ખામેની, ઘણા ટોચના IRGC કમાન્ડરો અને સંરક્ષણ પ્રધાન સહિત, માર્યા ગયા.
કુવૈતમાં અમેરિકાનું ફાઈટર જેટ ક્રેશ
એક યુએસ ફાઇટર જેટ કુવૈતી હવાઈ ક્ષેત્રમાં ક્રેશ થયું હોવાના અહેવાલ છે. પેટ્રિઅટ મિસાઇલ સિસ્ટમ દ્વારા ખોટી ઓળખ થઈ છે કે IFF ખામી છે તેની શંકા છે. જોકે, સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે. પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો.

