મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

યુએસ પ્રમુખ જો બાઈડન કોરોનાથી સંક્રમિત, રેલીમાંથી બહાર આવતા જ તબિયત બગડી

યુએસ પ્રમુખ જો બાઈડેન કોવિડ-19થી સંક્રમિત થયા છે. વ્હાઇટ હાઉસે આપી જાણકારી, યુએસ પ્રમુખમાં કોવિડના હળવા લક્ષણો જ

યુએસ પ્રમુખ જો બાઈડન કોરોનાથી સંક્રમિત, રેલીમાંથી બહાર આવતા જ તબિયત બગડી

યુએસ પ્રમુખ જો બાઈડેન કોવિડ-19થી સંક્રમિત થયા છે. વ્હાઇટ હાઉસે આપી જાણકારી, યુએસ પ્રમુખમાં કોવિડના હળવા લક્ષણો જોવા મળ્યા હતા. "જો બાઈડેન ડેલવેર પરત ફરી રહ્યા છે, જ્યાં તેઓ પોતાને આઈસોલેટ રાખશે અને પોતાનું કામ યથાવત રાખશે. એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. 81 વર્ષીય જો બાઈડનનો બુધવારે (17 જુલાઈ) કોવિડ પોઝિટિવ ટેસ્ટ થયો હતો. આના એક દિવસ પહેલા તેમણે લાસ વેગાસમાં નેશનલ કન્વેન્શનમાં ભાગ લીધો હતો.

ચૂંટણી રેલીમાં બાઈડને તેમના હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ પર જોરદાર પ્રહારો કર્યા

લાસ વેગાસમાં યોજાયેલી આ ચૂંટણી રેલીમાં બાઈડને તેમના હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન બનાવવામાં આવેલી નીતિઓ અને દેશમાં વધી રહેલી બંદૂકની હિંસાની નિંદા કરી હતી. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિને સંપૂર્ણ રસી આપવામાં આવી છે અને તેમને કોવિડ-19નો બૂસ્ટર ડોઝ પણ મળ્યો છે. સૌથી તાજેતરનો બૂસ્ટર ડોઝ સપ્ટેમ્બર 2023માં આપવામાં આવ્યો હતો. આ પછી પણ તેમને કોવિડનો ચેપ લાગ્યો છે. જો કે, તેમના લક્ષણો એકદમ હળવા હોય છે.

રેલી બાદ બાઈડેનની તબિયત અચાનક બગડી

રાષ્ટ્રપતિના ડૉક્ટરે જાહેર કર્યું કે જો બાઈડનને શ્વસન સંબંધી લક્ષણો છે. તેમનું નાક વહેતું હતું અને તેમને ખાંસી પણ શરૂ થઈ ગઈ હતી. ઈવેન્ટની શરૂઆતમાં તો તેઓ સાજા હતા, પણ ત્યાર પછી તેમની અચાનક તબિયત બગડવા લાગી હતી. તેમની અચનાકસ તબિયત બગડતા કોવિડ -19 નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. CDC માર્ગદર્શિકા અનુસાર રાષ્ટ્રપતિ જો બાઈડન આઈસોલેટ થશે.

છેલ્લી વખત બાઈડન ક્યારે સંક્રમિત થયા?

જો બાઈડન છેલ્લે જુલાઈ 2022માં કોવિડથી સંક્રમિત થયા હતા. તે સમયે તેમનામાં કોવિડના લક્ષણો દેખાતા બીજી વખત પોતાને આઈસોલેટ કરવા પડ્યા હતા. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, તાજેતરના સમયમાં દેશમાં કોવિડ-19ના કેસમાં વધારો થયો છે. તાજેતરના ડેટા દર્શાવે છે કે 6 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહમાં અગાઉના સપ્તાહની સરખામણીમાં કોવિડના 23.5 ટકા વધુ કેસ નોંધાયા હતા.

આ સમાચાર શેર કરો