Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : US nuclear aircraft carrier is moving rapidly towards Iran

ઈરાન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અમેરિકાનું પરમાણુ એરક્રાફ્ટ જહાજ, જાણો તેની તાકાત

Timeછેલ્લું અપડેટ : 15 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ઈરાન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અમેરિકાનું પરમાણુ એરક્રાફ્ટ જહાજ, જાણો તેની તાકાત
સોર્સ : GOOGLE

ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે, અમેરિકાએ મધ્ય પૂર્વમાં તેની લશ્કરી તૈયારીઓ  તેજ કરી છે. પેન્ટાગોને સંકેત આપ્યો છે કે દક્ષિણ ચીન સમુદ્રમાં અગાઉ તૈનાત કરાયેલા એક યુએસ એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપને ઈરાનની નજીક મધ્ય પૂર્વમાં મોકલી દેવાયું છે. અમેરિકાની આ ગતિવિધિથી મધ્ય પૂર્વમાં યુદ્ધની શક્યતા વધી છે. યુએસ મીડિયા રિપોર્ટ્સ મુજબ આ સ્ટ્રાઈક ગ્રુપને યુએસ સેન્ટ્રલ કમાન્ડ ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવશે, જેમાં મધ્ય પૂર્વનો સમાવેશ થાય છે.

App Store

જહાજ એક સપ્તાહમાં પહોંચી જશે

રિપોર્ટમાં જણાવાયું છે કે યુએસ એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ બુધવારે રવાના થયું હતું જે લગભગ એક અઠવાડિયામાં પહોંચી જશે. ઈરાનના ફુગાવા, બેરોજગારી અને નબળી આર્થિક સ્થિતિ સામે વ્યાપક વિરોધ પ્રદર્શનો દરમિયાન ટ્રમ્પ વહીવટીતંત્ર તેહરાન પર સતત દબાણ લાવી રહ્યું છે. એ સમયે આ કેરિયર મોકલવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે પણ કહ્યું હતું કે, સરકારી સંસ્થાઓ જપ્ત કરો, મદદ રસ્તામાં છે. 

વધતા તણાવ વચ્ચે મુખ્ય લશ્કરી સંકેત

માનવ અધિકાર સંગઠન HRANA અનુસાર ઈરાનમાં વિરોધ પ્રદર્શનો છેલ્લા 18 દિવસથી ચાલી રહ્યા છે. 187 શહેરોમાં 600થી વધુ પ્રદર્શનો નોંધાયા છે, જ્યારે 18,000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી 2,600 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે ઈરાની સરકારે ઇન્ટરનેટ અને સંદેશાવ્યવહાર સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.નિષ્ણાંતોનું માનવું છે કે, એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપની તૈનાતી માત્ર લશ્કરી પગલાં નથી, પરંતુ ઈરાનને એક સખત મેસેજ છે કે અમેરિકા ત્યાંની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

યુએસ બેઝ પર હાઇ એલર્ટ
ઇરાનમાં વધતા તણાવને ધ્યાને રાખીને મધ્ય પૂર્વમાં યુએસ બેઝ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. મધ્ય પૂર્વમાં સૌથી મોટા યુએસ લશ્કરી બેઝ, કતારમાં અલ-ઉદેદ એર બેઝ પર કેટલાક કર્મચારીઓને સાવચેતી તરીકે ખાલી કરવાની સૂચના પણ આપી દેવાઈ છે. સાઉદી અરેબિયામાં યુએસ દૂતાવાસે તેના કર્મચારીઓને બિનજરૂરી મુસાફરી ટાળવા અને વધારાની સાવધાની રાખવાની સલાહ આપી છે.

USSઅબ્રાહમ લિંકનની વિશેષતાઓ 
USS અબ્રાહમ લિંકન એ અમેરિકાના સૌથી વિનાશક વિમાનવાહક જહાજોમાંનું એક છે, જે પરમાણુ શક્તિથી ચાલે છે. તેને વિશ્વનું સૌથી શક્તિશાળી વિમાનવાહક જહાજ માનવામાં આવે છે. તે નિમિત્ઝ વર્ગનો ભાગ છે. તે સંપૂર્ણ વિમાનવાહક જહાજ સ્ટ્રાઈક ગ્રુપ છે,જેમાં ગાઈડેડ મિસાઈલ ક્રુઝર, ડિસ્ટ્રોયર, સબમરીન અને સપ્લાય જહાજોનો સમાવેશ થાય છે. તે હવા,સમુદ્ર અને દરિયાકાંઠાના લક્ષ્યો પર હુમલો કરવામાં સક્ષમ છે. તે વિશ્વના સૌથી મોટા યુદ્ધ જહાજોમાંનું એક છે અને વિવિધ વૈશ્વિક મિશનમાં યુએસ નૌકાદળની ક્ષમતાઓનું પ્રદર્શન કરે છે.