મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

અરબ સાગરમાં US નેવીએ ઈરાની ડ્રોનને હવામાં તોડી પાડ્યું, તણાવભરી સ્થિતિ

અરબ સાગરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી ગયો છે, એક રિપોર્ટમાં કરાયેલા દાવા મ

અરબ સાગરમાં US નેવીએ ઈરાની ડ્રોનને હવામાં તોડી પાડ્યું, તણાવભરી સ્થિતિ

 અરબ સાગરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી ગયો છે, એક રિપોર્ટમાં કરાયેલા દાવા મુજબ અમેરિકન નૌ સેનાના એક એરક્રાફ્ટ કેરિયરની નજીક પહોંચેલા ઈરાની ડ્રોનને US આર્મીએ તોડી પાડ્યું છે. અમેરિકન અધિકારીના જણાવ્યા અનુસાર આ ડ્રોનથી ખતરો જણાતા તેને તોડી પડાયું છે. આ ઘટના ત્યારે સામે આવી છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તુર્કીમાં ચાલુ સપ્તાહમાં પરમાણુ કરાર પર વાતચીત શરૂ થવા જઈ રહી છે. 

રિપોર્ટમાં દાવો કરાયો છે કે ઈરાનનું શહીદ 139 ડ્રોન હતું, જેને અમેરિકન  F-35 ફાઈટર જેટે હવામાં જ નિશાન લગાવી તોડી પાડ્યું, ઘટના બાદ ક્ષેત્રમાં તણાવની સ્થિતિ વધુ વિકટ બની ગઈ છે. જો કે ઈરાન તરફ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. 

આ સમાચાર શેર કરો