ક્રિમિયા બ્રિજ પર યુક્રેનનો ડ્રોન હુમલો, રશિયાએ ટ્રાફિક પર લગાવી રોક

ક્રિમિયા બ્રિજ પર યુક્રેનનો ડ્રોન હુમલો, રશિયાએ ટ્રાફિક પર લગાવી રોક
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે. બંને દેશો વચ્ચે 24 ફેબ્રુઆરી, 2022થી શરૂ થયેલો સંઘર્ષ હજુ પણ સમાપ્ત થવાનું નામ લઈ રહ્યો નથી. આ દરમિયાન યુક્રેને રશિયાના કબજા હેઠળના ક્રિમિયા (Crimea)ને નિશાન બનાવ્યું છે. યુક્રેનની સેનાએ રશિયા અને ક્રિમિયાને જોડતા મહત્ત્વપૂર્ણ ક્રિમિયા બ્રિજ (Crimea Bridge) પર ડ્રોન હુમલો કર્યો હોવાના અહેવાલ છે. આ હુમલા બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ક્રિમિયા બ્રિજ પર ડ્રોનથી હુમલો

મળતી માહિતી અનુસાર, યુક્રેનની સેનાએ ડ્રોન (Drone Attack) દ્વારા ક્રિમિયા બ્રિજને નિશાન બનાવ્યો હતો. ક્રિમિયાના ગવર્નર સર્ગેઈ અક્સ્યોનોવે પણ આ હુમલાની પુષ્ટિ કરી છે. જોકે, યુક્રેન તરફથી હજુ સુધી આ હુમલા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે યુક્રેન છેલ્લા કેટલાક સમયથી રશિયા અને તેના કબજા હેઠળનાં વિસ્તારોમાં હુમલા કરવા માટે મોટા પ્રમાણમાં ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. ડ્રોન હુમલાઓ હવે આ યુદ્ધની વ્યૂહરચનાનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બની ગયા છે.

જાહેરાત

રશિયાએ અડધા દિવસ માટે ટ્રાફિક રોક્યો

ક્રિમિયા બ્રિજ પર થયેલા હુમલાની અસર આસપાસના વાહનવ્યવહાર પર પણ જોવા મળી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રશિયાએ બ્રિજ પર ટ્રાફિક (Traffic)ની અવરજવર પર લગભગ અડધા દિવસ માટે પ્રતિબંધ મૂક્યો હતો. તેના કારણે મુસાફરો અને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

બ્રિજને મોટું નુકસાન નહીં, કોઈ જાનહાનિ નહીં

અહેવાલો અનુસાર, યુક્રેનના ડ્રોન હુમલાથી ક્રિમિયા બ્રિજને મોટું નુકસાન થયું નથી અને બ્રિજ સુરક્ષિત હોવાનું જણાવાયું છે. જોકે, હુમલાને કારણે બ્રિજનું માળખું (Structure) આશરે 15 ડિગ્રી ખસી ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી.

2014થી રશિયાના કબજામાં છે ક્રિમિયા

ક્રિમિયા એક સમયે યુક્રેનનો હિસ્સો હતો. જોકે, વર્ષ 2014માં રશિયાએ સૈન્ય કાર્યવાહી કરીને આ વિસ્તાર પર કબજો કરી લીધો હતો. ત્યારથી ક્રિમિયા રશિયાના નિયંત્રણ હેઠળ છે. આ વિસ્તાર બંને દેશો વચ્ચેના સંઘર્ષનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર રહ્યો છે. ક્રિમિયા બ્રિજ રશિયા માટે વ્યૂહાત્મક અને લોજિસ્ટિક્સની દૃષ્ટિએ પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત