Ukraineનો Russia પર 500થી વધુ ડ્રોનથી હુમલો, ઝેલેન્સ્કીએ શેર કર્યો VIDEO

Ukraine-Russia War : રશિયાએ તાજેતરમાં જ ભીષણ હુમલો કરતા યુક્રેનમાં 11 લ

Ukraineનો Russia પર 500થી વધુ ડ્રોનથી હુમલો, ઝેલેન્સ્કીએ શેર કર્યો VIDEO
આ સમાચાર સાંભળો
Ukraine-Russia War : રશિયાએ તાજેતરમાં જ ભીષણ હુમલો કરતા યુક્રેનમાં 11 લોકોના મોત અને 53 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારે હવે યુક્રેને વળતો જડબાતોડ જવાબ આપીને રશિયાની રાજધાની મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. આ હુમલા બાદ સુરક્ષાને ધ્યાને રાખીને મોસ્કોના તમામ ઍરપૉર્ટો પરથી ફ્લાઇટનું સંચાલન તાત્કાલીક અટકાવી દેવાયું છે.   રશિયાની એવિએશન સંસ્થા રોસાવિયાત્સ્યે સત્તાવાર માહિતી આપી છે કે, મોસ્કોમાં ઍરપૉર્ટોની સુરક્ષાને ધ્યાને રાખીને થોડા સમય માટે રન-વે પરની તમામ ફ્લાઇટોનું ઉડ્ડટન અટકાવી દેવાયું છે. રશિયન અધિકારીએ દાવો કર્યો છે કે, તેમની સેનાએ આકાશમાં જ યુક્રેનના 180 ડ્રોન તોડી પાડ્યા છે.  

મોસ્કોની ક્રૂડ ઓઇલ પ્રોડક્શન પ્લાન્ટ પર ફરી હુમલો

  હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કીએ ટેલિગ્રામ પર મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ‘યુક્રેનીયન સેનાએ આ અઠવાડિયામાં બીજી વખત મૉસ્કોની સૌથી મોટા ક્રૂડ ઓઇલ પ્રોડક્શન પ્લાન્ટ પર હુમલો કર્યો છે. રશિયાએ તાજેતરમાં જ યુક્રેનના શહેરો અને વિસ્તારો પર ભીષણ હુમલા કર્યા હતા, જેના જવાબમાં આ હુમલો કરાયો છે.’   https://twitter.com/i/status/2067502764159062213  

રશિયાના અનેક શહેરોમાં પણ તબાહી

  આ ઉપરાંત યુક્રેનના રાષ્ટ્રપ્રમુખે સ્પષ્ટ કહ્યું કે, ‘અમારી સેના યુક્રેનની સેનાએ માસ્ક મોસ્કોમાં જ નહીં, રોસ્તોવ વિસ્તાર અને રશિયન સેનાએ કબજે કરેલા યૂક્રેનના કેટલાક ભાગોમાં ભારે તબાહી મચાવી છે. આ હુમલા બાદ આખા રશિયામાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

રશિયાના હુમલાનો યુક્રેને આપ્યો જવાબ

  ઉલ્લેખનીય છે કે, રશિયન સેનાએ 15 જૂનના રોજ યુક્રેનના મોટા શહેરો પર અનેક ડ્રોન અને મિસાઇલો છોડી હતી, જેમાં 11 લોકના મોત થયા હતા. ઝેલેન્સ્કી અને એક અધિકારીએ કહ્યું હતું કે, રશિયાના હુમલામાં એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળમાં પણ આગ લાગી હતી. રશિયન સેનાએ કીવ, ખાર્કિવ અને નિપ્રો શહેરમાં 611 ડ્રોન અને 70 મિસાઇલ છોડી હતી. 

આ સમાચાર શેર કરો

જાહેરાત