મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

EVENING BULLETIN: તણાવ વચ્ચે આમને સામને હશે PM મોદી અને ટ્રમ્પ, બ્રિટનની હરકતથી ભારત-રશિયા નારાજ! ગુજરાતમાં 1111 ટ્રેક્ટરો સાથે મહારેલી!

તણાવ વચ્ચે આમને સામને હશે PM મોદી અને ટ્રમ્પ પીએમ મોદી ફ્રાન

તસવીર: GSTV

તણાવ વચ્ચે આમને સામને હશે PM મોદી અને ટ્રમ્પ

પીએમ મોદી ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટમાં ભાગ લેશે, જ્યાં તેઓ 'ગ્લોબલ સાઉથ'નો અવાજ ઉઠાવશે. ભારત-યુએસ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આ સમિટમાં પીએમ મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક પર આખી દુનિયાની નજર રહેશે.

બ્રિટનની હરકતથી ભારત-રશિયા નારાજ!

બ્રિટિશ આર્મીએ રશિયાના એક શંકાસ્પદ ઓઇલ ટેન્કર પર દરોડો પાડી તેને જપ્ત કર્યું છે. પુતિન માટે મોટો આંચકો ગણાતી આ ઘટનાએ ભારતની ચિંતા પણ વધારી દીધી છે, કારણ કે આ જહાજ પર કામ કરનારો મોટાભાગનો સ્ટાફ ભારતીય નાગરિકોનો છે!

યુએસ-ઈરાન ડીલ પર ભડક્યું ઈઝરાયેલ

અમેરિકા-ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરારથી ઈઝરાયેલ ભારે નારાજ છે! ઈઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી બેન ગ્વીરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આધીન નથી અને આ ડીલ માનવા માટે બિલકુલ મજબૂર નથી.

પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો ઉલટફેર!

પશ્ચિમ બંગાળના હાવડામાં તૃણમૂલ કોંગ્રેસના બળવાખોર સાંસદોએ સત્તાવાર રીતે NCPI પક્ષ સાથે જોડાણ કરી લીધું છે. તણાવને જોતા પક્ષની મુખ્ય ઓફિસ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

તૃણમૂલમાં ભંગાણથી રાજ્યસભાની ગેમ બદલાઈ

તૃણમૂલ કોંગ્રેસમાં ચાલી રહેલા મોટા બળવાને કારણે હવે સંસદના આંકડા બદલાઈ ગયા છે! આ આંતરિક ભંગાણને કારણે હવે રાજ્યસભામાં NDA ગઠબંધન બે-તૃતીયાંશના જાદુઈ આંકડાની ખૂબ જ નજીક પહોંચી જશે, જેનાથી વિપક્ષ નબળો પડ્યો છે.

ગુજરાતમાં ૧૧૧૧ ટ્રેક્ટરો સાથે મહારેલી!

ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો છે. આજે અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી ૧૧૧૧ ટ્રેક્ટરો સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી, જેમાં વિવિધ વિસ્તારોમાંથી હજારો ખેડૂતો પોતાની માંગણીઓ સાથે જોડાયા છે.

મંત્રી રમેશ કટારાએ માંગી માફી

ગોધરામાં શિક્ષકો સામે વિવાદિત નિવેદન આપનારા રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારા આખરે બેકફૂટ પર આવ્યા છે! તેમણે જાહેરમાં માફી માગતા કહ્યું કે 'મારાથી જે બોલાઈ ગયું એ બદલ ખેદ વ્યક્ત કરું છું અને શબ્દો પાછા લઉં છું'. આ સાથે જ શિક્ષણ જગતનો વિવાદ શાંત પડ્યો છે.

ભુજમાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ

ભુજના માધાપરમાં બટુક ભોજન બાદ ૩થી ૧૩ વર્ષના ૩૦થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતાં ચકચાર મચી ગઈ છે. મધરાતે બાળકોને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં હાલ તેમની સ્થિતિ સ્થિર છે. પ્રાથમિક તપાસ મુજબ છાશ પીવાના કારણે આ ઘટના બની હોવાનું અનુમાન છે.

આ સમાચાર શેર કરો