Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : uk-submarine-arabian-sea-middle-east-war

Video/ મિડલ ઈસ્ટના મહાયુદ્ધમાં બ્રિટનની એન્ટ્રી: અરબ સાગરમાં પરમાણુ સબમરીન તૈનાત, અમેરિકાને આપ્યા સૈન્ય બેઝ

Timeછેલ્લું અપડેટ : 22 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવી દિલ્હી/લંડન: મિડલ ઈસ્ટ (Middle East)માં ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સતત વધી રહેલા તણાવની વચ્ચે હવે આ જંગમાં બ્રિટન (Britain/UK)ની સક્રિય ભાગીદારી પણ સામે આવી રહી છે. બ્રિટને પોતાની સૈન્ય તાકાત (Military power)નું પ્રદર્શન કરતા અરબ સાગર (Arabian Sea)માં પરમાણુ સંચાલિત સબમરીન (Nuclear-powered submarine) તૈનાત કરી દીધી છે.

App Store

બ્રિટનની 'સાયલન્ટ કિલર' સબમરીન તૈનાત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટને HMS Anson નામની સબમરીન અરબ સાગરમાં ઉતારી છે. આ સબમરીન અત્યાધુનિક ટૉમહોક બ્લોક IV ક્રૂઝ મિસાલો (Tomahawk Block IV cruise missiles)થી સજ્જ છે, જે સેંકડો માઈલ દૂર આવેલા દુશ્મનના લક્ષ્યો (Targets) પર સચોટ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય બ્રિટને પોતાની નીતિ (Policy)માં મોટો ફેરફાર કરીને અમેરિકાને પોતાના સૈન્ય બેઝ (Military bases) વાપરવાની છૂટ આપી છે, જેથી હોર્મુઝની ખાડી (Strait of Hormuz)માં થઈ રહેલા હુમલાઓનો સામનો કરી શકાય.

ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટિમેટમ અને ઈરાનનો પલટવાર

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈરાનને 48 કલાકનું અલ્ટિમેટમ (48-hour ultimatum) આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે જો ઈરાન હોર્મુઝની ખાડીને વ્યાપારિક જહાજો (Commercial ships) માટે સુરક્ષિત રીતે નહીં ખોલે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ (Power plants) અને ઊર્જા મથકોને નષ્ટ કરી નાખશે.

બીજી તરફ, ઈરાને પણ વળતો પ્રહાર કરતા ચેતવણી આપી છે કે જો ઈરાનના ઊર્જા માળખા (Energy infrastructure) પર હુમલો થશે, તો મિડલ ઈસ્ટ ક્ષેત્રમાં આવેલા તમામ અમેરિકન ઊર્જા મથકોને નિશાન બનાવવામાં આવશે.

ડિયેગો ગાર્સિયા સૈન્ય બેઝ પર મિસાઈલ એટેક?

ઈઝરાયલ (Israel)ના સૈન્ય અધિકારીઓના દાવા મુજબ, ઈરાને આ યુદ્ધમાં પહેલીવાર લાંબી રેન્જની બેલેસ્ટિક મિસાઈલો (Long-range ballistic missiles)નો ઉપયોગ કર્યો છે. એવો દાવો કરાયો છે કે ઈરાને હિંદ મહાસાગર (Indian Ocean)માં સ્થિત અમેરિકા-બ્રિટનના સૈન્ય બેઝ ડિયેગો ગાર્સિયા (Diego Garcia) પર 4000  કિલોમીટરની રેન્જ ધરાવતી બે બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. જો કે, ઈરાને આ સૈન્ય બેઝ પર હુમલો કર્યો હોવાનો સ્પષ્ટ ઈનકાર (Denial) કર્યો છે.

દરમિયાન, યુએઈ (UAE)ના દરિયાકાંઠે એક વ્યાપારિક જહાજ (Bulk carrier) નજીક રહસ્યમય વિસ્ફોટ (Explosion) થયો હોવાના અહેવાલો યુકે મેરીટાઇમ ઓથોરિટી (UKMTO) દ્વારા આપવામાં આવ્યા છે, જો કે તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત હોવાનું જણાવાયું છે.