ટ્રમ્પની પ્રેસ સેક્રેટરીની નોકરી ફક્ત પાંચ જ દિવસમાં ખતમ, એક ફોન આવ્યો અને...

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી કેટી જકરિયાની નોકરી ફક્ત પાંચ જ દિવસમાં નીકળી ગઈ.૪૧ વર્ષની જકરિયા શુક્રવારે વોલ સ્ટ્રીટ જનરલને ઇન્ટરવ્યુ આપી રહી હતી. તે સમયે ટ્રમ્પના સીનિયર એડવાઇઝર જેસન મિલર તેમની પાસે પહોંચ્યા. તેમણે જણાવ્યું હતું કે વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સ તેમની સાથે થોડી વાર વાત કરવા માંગે છે. તેના પગલે જકરિયા ઇન્ટરવ્યુ છોડીને જતી રહી અને પરત જ ન આવી.
આમ પાંચ દિવસમાં એવું તે શું થયું કે જકરિયાએ નોકરી ગુમાવવી પડી. જકરિયાએ મંગળવારે વ્હાઇટ હાઉસની પ્રેસ બ્રીફિંગમાં પહેલી વખત પત્રકારોનો સવાલોનો સામનો કર્યો હતો.તેણે લગભગ ૧૪ મિનિટ સુધી ચાલેલી બ્રીફિંગમાં પણ ફક્ત ત્રણ સવાલોનો જવાબ આપ્યો હતો. તે મોટાભાગે લખેલી નોટ પર જ નિર્ભર રહી હતી. તેમને પૂછવામાં આવેલા સવાલ પણ એવા સવાલો હતો જે વ્હાઇટ હાઉસ પ્રત્યે મિત્રતાભર્યુ વલણ ધરાવતા હતા. પહેલા બ્રીફિંગ પછી જ તેમના પ્રદર્શન પર સવાલ ઉઠવા લાગ્યા હતા. ચર્ચા થવા લાગી કે તેમને શું આ મહત્ત્વની જવાબદારી માટે પૂરતી તૈયારીનો સમય મળ્યો હતો.
જો કે પછી કેટીએ પોતે જ જણાવ્યું હતું કે તેને આ જવાબદારી સંભાળવા માટે બહુ ઓછો સમય મળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પહેલી બ્રીફિંગની તૈયારી માટે તેમને ૨૪ કલાકથી પણ ઓછો સમય મળ્યો હતો. ઓછો સમય અને મર્યાદિત જાણકારી છતાં તેમણે બ્રીફિંગને પૂરો ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો હતો. તેમનો હેતુ ટ્રમ્પ અને અમેરિકનોની સારી સેવા કરવાનો હતો. જો કે તેમણે જણાવ્યું હતું કે આટલા ઓછા સમય માટે તે વ્હાઇટ હાઉસને દોષિત માનતી નથી. જ્યોર્જિયા રવાના થતાં પહેલા ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું હતું કે તેની જકરિયા સાથે વાત થઈ હતી. અહેવાલ મુજબ ટ્રમ્પે તેને જણાવ્યું હતું કે શું તે ખરેખર નોકરી કરવા ઇચ્છે છે.








