Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Big scam in Trump's post! Mention of India instead of Brazil, discussion on social media

'ભારતમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રથમ તબક્કામાં....', ટ્રમ્પની પોસ્ટમાં મોટો ગોટાળો!

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2026
લાઇવ ટીવીGoogle News
'ભારતમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રથમ તબક્કામાં....', ટ્રમ્પની પોસ્ટમાં મોટો ગોટાળો!
સોર્સ : gstv

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ફરી એકવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યા છે. બ્રાઝિલમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ચાલી રહી છે અને પ્રથમ તબક્કાનું મતદાન પણ પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન ટ્રમ્પે ચૂંટણી અંગે પોસ્ટ કરી, પરંતુ તેમાં બ્રાઝિલના બદલે ભૂલથી ભારતનો ઉલ્લેખ કરી દીધો. તેમની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે.

App Store

ટ્રમ્પે શું પોસ્ટ કર્યું?

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ (Truth Social) પર બ્રાઝિલની ચૂંટણીના સંદર્ભમાં એક પોસ્ટ કરી હતી. જોકે પોસ્ટમાં તેમણે લખ્યું કે ભારતમાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પ્રથમ તબક્કામાં 12.5 કરોડ લોકોએ મતદાન કર્યું અને તે જ દિવસે પરિણામો આવી ગયા.

ટ્રમ્પે આ વાતનો ઉપયોગ અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવવા માટે કર્યો હતો. તેમણે અમેરિકાના કેટલાક શહેરો અને રાજ્યોમાં મતગણતરીમાં સમય લાગતો હોવાનો ઉલ્લેખ કરીને ચૂંટણીમાં ગેરરીતિ (Election Fraud) અંગે પણ આક્ષેપ કર્યા હતા.

બ્રાઝિલમાં બીજા તબક્કાની તૈયારી

બ્રાઝિલની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ દક્ષિણપંથી ઉમેદવાર ફ્લાવિયો બોલ્સોનારો (Flavio Bolsonaro) આગળ રહ્યા છે, જ્યારે વર્તમાન રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા (Lula da Silva) બીજા સ્થાને રહ્યા છે.

બંનેમાંથી કોઈપણ ઉમેદવારને સીધી જીત માટે જરૂરી 50 ટકાથી વધુ મત મળ્યા નથી. તેથી હવે 25 ઓક્ટોબરે બીજા તબક્કાનું મતદાન (Runoff Election) યોજાશે, જેમાં બંને ઉમેદવારો આમને-સામને થશે.

લેટિન અમેરિકાની ચૂંટણી પર દુનિયાની નજર

બ્રાઝિલની ચૂંટણીને સમગ્ર લેટિન અમેરિકા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તાજેતરના વર્ષોમાં આ ક્ષેત્રના કેટલાક દેશોમાં દક્ષિણપંથી નેતાઓ સત્તામાં આવ્યા છે અને તેમના અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે નજીકના રાજકીય સંબંધો રહ્યા છે.

ફ્લાવિયો બોલ્સોનારો બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના પુત્ર છે. જાયર બોલ્સોનારોને ચૂંટણી પરિણામોને પલટાવવાના કથિત પ્રયાસના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ 27 વર્ષની જેલની સજા થઈ છે. હવે બ્રાઝિલના બીજા તબક્કાના પરિણામો પર સમગ્ર ક્ષેત્રની નજર રહેશે.