Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : U-turn of FIFA after Trump's intervention! Balogun got permission to play

ટ્રમ્પની દખલ બાદ FIFAનો યુ-ટર્ન! બાલોગુનને મળી રમવાની મંજૂરી

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ટ્રમ્પની દખલ બાદ FIFAનો યુ-ટર્ન! બાલોગુનને મળી રમવાની મંજૂરી
સોર્સ : gstv

રેડ કાર્ડ સસ્પેન્શન હટ્યા બાદ, બાલોગુનનો બેલ્જિયમ સામે રાઉન્ડ 16 મેચમાં રમવાનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. તેઓ 7 જુલાઈના રોજ બેલ્જિયમ સામે રમાનારી મેચમાં રમશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પોતાની દાદાગીરી સામે હવે FIFAનું પણ કંઈ ચાલવા નથી દીધું. અમેરિકન પ્રમુખે ફીફા વર્લ્ડ કપ (FIFA World Cup)માં અમેરિકાના ફૂટબોલ પ્લેયર ફોલારિન બાલોગુનને મળેલા સસ્પેન્શનને હટાવી દીધું છે. બોસ્નિયા અને હર્ઝેગોવિના સામે રાઉન્ડ-32 મેચમાં બાલોગુનને રેડ કાર્ડ મળ્યું હતું, જેના કારણે તેઓ રાઉન્ડ-16 મેચમાંથી બહાર થઈ ગયા હતા. પરંતુ હવે તેઓ બેલ્જિયમ સામે રમાનારી મેચમાં રમતા જોવા મળશે.

APના અહેવાલ મુજબ, આ મામલામાં ડોનાલ્ડ ટ્રમ્પે ફોલારિન બાલોગુન તરફથી હસ્તક્ષેપ કર્યો હતો, ત્યારબાદ બાલોગુનનું રેડ કાર્ડ સસ્પેન્શન હટાવી દેવામાં આવ્યું છે. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પે FIFAના પ્રેસિડેન્ટ જિયાની ઇન્ફેન્ટિનોને વ્યક્તિગત રીતે 3 વખત ફોન કર્યો હતો. આ દરમિયાન તેમણે બાલોગુનને આપવામાં આવેલા રેડ કાર્ડની સમીક્ષા કરવાની વિનંતી કરી હતી. આના થોડા સમય બાદ FIFAએ બાલોગુનનું સસ્પેન્શન હટાવી દીધું હતું. રેડ કાર્ડ સસ્પેન્શન હટ્યા બાદ, બાલોગુનનો બેલ્જિયમ સામે રાઉન્ડ 16 મેચમાં રમવાનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. તેઓ 7 જુલાઈના રોજ બેલ્જિયમ સામે રમાનારી મેચમાં મેદાન પર ઉતરશે.

ટ્રમ્પે વ્યક્ત કર્યો આભાર

બાલોગુન પરથી પ્રતિબંધ હટ્યા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે FIFAનો આભાર માન્યો હતો. તેમણે X પર પોસ્ટ કરીને આભાર વ્યક્ત કર્યો હતો.

બાલોગુનને કેમ મળ્યું હતું રેડ કાર્ડ?

2 જુલાઈના રોજ રાઉન્ડ-32 મુકાબલામાં USA અને બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના વચ્ચે મેચ રમાઈ હતી. આ દરમિયાન બાલોગુને વિરોધી ટીમના ખેલાડી તારિક મુહરેમોવિચના ઘૂંટી પર પગ મૂકી દીધો હતો. ત્યારબાદ મેચ રેફરીએ VAR (વિડીયો આસિસ્ટન્ટ રેફરી) દ્વારા જોયા પછી તેમને સીધું રેડ કાર્ડ આપી દીધું હતું. વર્લ્ડ કપના નિયમ મુજબ, રેડ કાર્ડનો અર્થ ખેલાડી પર એક મેચનો પ્રતિબંધ હોય છે.

પોચેટિનોએ કર્યું સમર્થન

USA ફૂટબોલ ટીમના કોચ મોરિસિયો પોચેટિનોએ FIFAના આ નિર્ણયનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું, 'આ ફૂટબોલ માટે સારું છે. મને લાગે છે કે, 99.9 ટકા લોકોનું કહેવું છે કે, આ ખોટી સજા આપવામાં આવી હતી. બોસ્નિયા સામેની મેચમાં અમને પહેલેથી જ સજા મળી ચૂકી હતી. અમારે 30 મિનિટ સુધી 10 ખેલાડીઓ સાથે રમવું પડ્યું હતું.' આ રાઉન્ડ-32 મુકાબલામાં અમેરિકાએ બોસ્નિયા અને હર્ઝેગોવિનાને 2-0થી હરાવ્યું હતું.

બેલ્જિયમે ઉઠાવ્યા સવાલ

FIFAના આ નિર્ણય પર બેલ્જિયમના કોચ રુડી ગાર્સિયાએ સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ નિર્ણય પર કટાક્ષ કરતા એપ્રિલ ફૂલ ડેનો ઉલ્લેખ કર્યો હતો. ગાર્સિયાએ કહ્યું, 'મને ખબર નહોતી કે, FIFAની ઓફિસમાં 5 જુલાઈએ યુરોપની પહેલી એપ્રિલ (એપ્રિલ ફૂલ) હોય છે. બેલ્જિયમ ફેડરેશન પોતાનો બચાવ નથી કરી રહ્યું, ન તો પોતાની નેશનલ ટીમનો બચાવ કરી રહ્યું છે. તે સમગ્ર ફૂટબોલ જગતનો બચાવ કરે છે, તેના સન્માન અને નૈતિકતાની રક્ષા કરે છે. મને લાગે છે કે, વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર આવો નિર્ણય લેવામાં આવ્યો છે.'

ગાર્સિયાએ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં અપીલ કરવાની સંભાવના અથવા ટ્રમ્પની FIFAના નિર્ણય પર અસર પડવાના સવાલ પર કોઈ જવાબ આપ્યો નહોતો. બેલ્જિયન ફૂટબોલ ફેડરેશન (RBFA)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 'અમે તમામ ટીમોના કાનૂની અધિકારોની રક્ષા કરવા અને રમતની ફેર પ્લે (ન્યાયી રમત) ભાવનાને બચાવવા માટે આ FIFA વર્લ્ડ કપ અને આગામી ટૂર્નામેન્ટ્સમાં તમામ સંભવિત વિકલ્પો શોધી રહ્યા છીએ.'

અમેરિકાની રાહ આસાન નથી

USA અને બેલ્જિયમ વચ્ચે રાઉન્ડ-16 મુકાબલો 7 જુલાઈના રોજ સિએટલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં USAની નજર ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરવા પર રહેશે. પરંતુ, પ્રી-ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં અમેરિકાની રાહ આસાન નહીં હોય. FIFA World Cupમાં USA સામે બેલ્જિયમનો રેકોર્ડ ઘણો સારો છે. વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 7 મેચ રમાઈ છે, જેમાં બેલ્જિયમે 6 અને USAએ માત્ર 1 મેચ જીતી છે.

App Store