Typhoon Kajiki: ચીનના હૈનાન દ્વીપમાં કઝિકી ચક્રવાતે વિનાશ વેર્યો, હવે વિયેતનામને ઘમરોળવાની તૈયારીમાં

Typhoon Kajiki: રવિવાર 24 ઓગસ્ટે દક્ષિણ ચીનના હૈનાન દ્વીપ અને આસપાસના પ્રાંતના વિસ્તારોમાં ભારે પવનો અને મૂશળધાર વરસાદથી વિનાશ વેર્યો છે. આ તોફાને દરિયાથી ઉપર પસાર થતા વિયેતનામના મધ્ય તટ તરફ વધી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, ચક્રવાતના ખતરાને જોતા સંભવિત ખતરનાક વિસ્તારોમાં આશરે 20 હજાર લોકોને સલામત સ્થળો પર પહોંચાયા ગયા છે.
162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો
ચક્રવાત પહેલા માછીમારોની બોટોને બંદરે પરત બોલાવી લીધી અને 21 હજાર કરતાં વધુ ચાલક દળના સભ્ય પણ તટ પર પાછા આવ્યા છે. ભારે પવનને લીધે વૃક્ષોની શાખાઓ તૂટેલી જોવા મળી એક હોડી જોરથી હલતી જોવા મળી. મોજાઓ ઘાટ સાથે અથડાતા જોવા મળ્યા, જેનાથી પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો. ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ જણાવ્યું હતું કે કાજીકી વાવાઝોડું સમુદ્ર ઉપર પશ્ચિમ તરફ આગળ વધતાં વધુ મજબૂત બન્યું છે. તેના સતત પવનો 162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયા છે.
હૈનાનમાં 35 સેમી વરસાદની આગાહી
હૈનાન ટાપુના દક્ષિણ ભાગો, ખાસ કરીને પ્રખ્યાત દરિયા કિનારે આવેલા રિસોર્ટ સાન્યામાં 25 થી 35 સેમી વરસાદ પડવાની આગાહી છે.
સાન્યા શહેર વહીવટીતંત્રે વ્યવસાયિક સંસ્થાઓ, પર્યટન સ્થળો અને જાહેર પરિવહન સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં નાગરિકોને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી છે. 'કાજીકી', જેનો જાપાની ભાષામાં અર્થ ભાલા માછલી અથવા સ્વોર્ડફિશ થાય છે, સોમવાર બપોર સુધીમાં વિયેતનામના દરિયાકાંઠે અથડાવાની અપેક્ષા છે.
દરિયામાં બોટોને જવા પર પ્રતિબંધિત
વિયેતનામ મળતી માહિતી અનુસાર, વાવાઝોડું આવે તે પહેલાં હ્યુ શહેરના ખેડૂતો તેમના ચોખાના પાકની કાપણી માટે દોડી રહ્યા છે. દરિયાકાંઠાના પ્રાંતોએ સોમવારથી હોડીઓ પર દરિયામાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે અને દરિયામાં રહેલી બોટોને તાત્કાલિક પાછા ફરવાની સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્રે રાજ્ય અને નગરપાલિકાઓને પાળા, જળાશયો અને સિંચાઈ પ્રણાલીઓને મજબૂત બનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.

