Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Gujarat Rain Forecast: Heavy rain forecast in the state for the next 6 days, alert issued in these districts

Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું એલર્ટ
સોર્સ : GSTV

Gujarat Rain Forecast : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે, ત્યારે હવામાન વિભાગે આાગામી 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર, મધ્ય અને સૌરાષ્ટ્ર સહિત 20 જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. 

App Store

હવામાન વિભાગ મુજબ, આવતીકાલે સોમવારે (25 ઓગસ્ટ) મોરબી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, ભાવનગર, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. 

26-27 ઓગસ્ટની આગાહી
26-27 ઓગસ્ટના રોજ રાજ્યના 20 થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ-યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સાબરકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વડોદરા જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

28થી 30 ઓગસ્ટની આગાહી
રાજ્યમાં આગામી 28થી 30 ઓગસ્ટ દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.