Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Bank Holidays: Banks will remain closed on all days in the coming week, RBI announced the list

Bank Holidays: આગામી અઠવાડિયામાં બેંકો આટલા દિવસ બંધ રહેશે, RBIએ લિસ્ટ જાહેર કર્યું

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Bank Holidays: આગામી અઠવાડિયામાં બેંકો આટલા દિવસ બંધ રહેશે, RBIએ લિસ્ટ જાહેર કર્યું
સોર્સ : GSTV

Bank Holidays: દેશમાં પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થઈને ભાદરવા મહિનો શરૂ થયો છે. જેથી આગામી અઠવાડિયામાં 4 દિવસ બેંકોમાં રજા રહેશે. 25 ઓગસ્ટથી 31 ઓગસ્ટની વચ્ચે દેશના ઘણા રાજ્યોમાં 4 દિવસ બેંક બંધ રહેશે. જો તમે પણ કોઈ કામ માટે બેંકની શાખામાં જવાનું આયોજન કરી રહ્યા હોવ તો, આ લિસ્ટ જોઈ લેજો. બેંક કઈ તારીખે બંધ રહેશે અને કેમ બંધ રહેશે.

App Store

 ભારતીય રિઝર્વ બેંક મહિનાની રજાઓનો ડેટા જાહેર કરે છે, જે મુજબ આવતા અઠવાડિયામાં 4 બેંક રજાઓ રહેશે. જોકે, આ રજાઓ શહેર અને રાજ્ય પ્રમાણે બદલાશે. અઠવાડિયાની પહેલી રજા 25 ઓગસ્ટ એટલે કે સોમવાર છે. આ દિવસે ગુવાહાટીમાં બેંકોમાં કોઈ કામ નહીં હોય. અહીં શ્રીમંત શંકરદેવના અદ્રશ્ય થવાના દિવસ નિમિત્તે બેંકો બંધ રહેશે. પરંતુ આ દિવસે દેશના તમામ ભાગોમાં બેંકો બંધ રહેશે નહીં. 

27-28 ઓગસ્ટે બેંકો બંધ રહેશે
27 ઓગસ્ટ, બુધવારે ગણેશ ચતુર્થીના કારણે ઘણા મોટા રાજ્યો અને શહેરોમાં બેંકો બંધ રહેશે. તેમાં મુંબઈ, બેલાપુર, નાગપુર, ભુવનેશ્વર, ચેન્નાઈ, હૈદરાબાદ, વિજયવાડા અને પણજીનો સમાવેશ થાય છે. અન્ય શહેરોમાં બેંકો સામાન્ય રીતે ખુલ્લી રહેશે. આ ઉપરાંત, 28 ઓગસ્ટ, ગુરુવારે ગણેશ ચતુર્થીના કારણે ભુવનેશ્વર અને પણજીમાં બેંકો બંધ રહેશે, પરંતુ અન્ય શહેરોમાં બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ રહેશે.
 
31 ઓગસ્ટે રજા રહેશે

બીજી બાજુ, 31 ઓગસ્ટ રવિવાર છે. ભારતીય રિઝર્વ બેંકના પરિપત્ર મુજબ, દેશની બધી બેંકો રવિવારે બંધ છે. આ વખતે પણ ૩૧ ઓગસ્ટે રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે. જોકે, જે પણ દિવસે બેંકો બંધ રહેશે, તે દિવસે ઓનલાઈન માધ્યમથી કામ કરવામાં આવશે.

તમે ઓનલાઈન પૈસા ઉપાડી શકો છો

અઠવાડિયામાં 4 દિવસ બેંકો બંધ રહેશે, છતાં તમે ઓનલાઈન નેટબેંકિંગ દ્વારા ચૂકવણી કરી શકશો. એટીએમ, ઓનલાઈન બેંકિંગ અને નેટ બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જેમની પાસે બેંકમાં રોકડ સાથે મહત્વપૂર્ણ કામ હોય અથવા કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજ જમા કરાવવા હોય અથવા લેવા હોય તેમને જ આના કારણે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.