Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO: Bhadar-2 dam overflows again near Bhukhi village in Dhoraji, riverside areas alerted

 VIDEO: ધોરાજીના ભુખી ગામ પાસે ભાદર-2 ડેમ ફરી ઓવરફ્લો, નદીકાંઠાના વિસ્તારને સાવચેત કરાયા

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: રાજકોટ જિલ્લાના ધોરાજીના ભુખી ગામ પાસે આવેલો ભાદર-2 ડેમ ફરી એકવાર ઓવરફલો થયો છે. સિઝનમાં બીજીવાર ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને પોરબંદરના કુલ 68 ગામોને પીવાનું અને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડતો 
ભાદર-2 ડેમ ઓવરફ્લો થતા ડેમના બે દરવાજા 1 ફૂટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.

App Store

ધોરાજીથી પોરબંદર સુધીના ભાદર નદીકાંઠાના વિસ્તારને સાવચેત કરવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તંત્રએ લોકોને પશુઓ અને બાળકોને દૂર રહેવાની અપીલ કરી હતી. આ દરમ્યાન વરસાદ ચાલુ રહ્યો હતો.