Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Rainfall in Gujarat: Rain fell in 213 talukas of Gujarat, Sankheda received the most rainfall at 3.31 inches, see where and how much it rained

Rainfall in Gujarat : ગુજરાતના 213 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌથી વધુ સંખેડામાં 3.31 ઈંચ ખાબક્યો,  જુઓ ક્યાં-કેટલો વરસ્યો

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Rainfall in Gujarat : ગુજરાતના 213 તાલુકામાં વરસાદ વરસ્યો, સૌથી વધુ સંખેડામાં 3.31 ઈંચ ખાબક્યો,  જુઓ ક્યાં-કેટલો વરસ્યો
સોર્સ : GSTV

Rainfall in Gujarat : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે. તેવામાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. આજે (24 ઓગસ્ટ) રાજ્યના 213 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવકને લીધે અમદાવાદના વાસણા બેરેજના ગેટ નંબર 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 અને 29 (કુલ 25 ગેટ) ખોલી સાબરમતી નદીમાં હાલ 51126 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. ઉપરવાસમાં વરસાદના કારણે હજુ વધારે પાણી છોડવાની સંભાવના છે. જેથી વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકા વિસ્તારમાં રહેતા લોકોએ તકેદારી રાખવા અપીલ છે.

App Store

ચાલો જાણીએ ક્યાં-કેટલો વરસાદ ખાબક્યો. 

ગુજરાતના 213 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 2 - image

ગુજરાતના 213 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 3 - image

ગુજરાતના 213 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 4 - image

ગુજરાતના 213 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 5 - image

ગુજરાતના 213 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ છોટા ઉદેપુરના સંખેડામાં 3.31 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો 6 - image

213 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે (24 ઓગસ્ટ) સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 213 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં વડોદરાના ડભોઈમાં 2.76 ઇંચ, બનાસકાંઠાના દાંતા 2.68 ઇંચ, સાબરકાંઠાના ઈડરમાં 2.48 ઇંચ, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા, સુરતના ઉમરપાડા, મોરબીના માળિયા અને રાજકોટના જામકંડોરાણામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

મોરબી, છોટા ઉદેપુરના બોડેલી, તાપી, અરવલ્લીના ભિલોડા, વડોદરાના કરજણ, દેવભૂમિ દ્વારકાના ભાનવડ સહિત 43 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યાર અન્ય 170 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે.