Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Tulsi Gabbard's explosive allegations have created a stir in the world, including American politics!

તુલસી ગબાર્ડના એક આરોપથી અમેરિકાના રાજકારણ સહિત દુનિયામાં મચ્યો હડકંપ!

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
તુલસી ગબાર્ડના એક આરોપથી અમેરિકાના રાજકારણ સહિત દુનિયામાં મચ્યો હડકંપ!
સોર્સ : GSTV

અમેરિકાના નિતૃત્ત થઈ રહેલા ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડે નિવૃત્તિના અંતિમ દિવસે ધડાકો કરીને ફક્ત અમેરિકા જ નહી આખા વિશ્વને ચોંકાવી દીધું છે. તેમણે કેટલાક ખાનગી દસ્તાવેજ જાહેર કર્યા, આ દસ્તાવેજ કોરોનાને લઈને ભૂતપૂર્વ પ્રમુખ જો બાઇડેનના મુખ્ય તબીબી સલાહકાર ડો. એન્થની ફૌસીને આરોપીના પીંજરામાં ઊભા કરી દે છે. તેમની ભૂમિકા પર સવાલ ઊભા કરે છે. 

App Store

ગબાર્ડનો આરોપ છે કે ડો. ફૌસીએ અમેરિકન કરદાતાઓના નાણાનો દૂરુપયોગ કરીને ચીનની વુહાન લેબને ફંડિંગ આપ્યું એટલું જ નહી કોરોના વાઇરસ લેબમાંથી લીક થયાની થિયરી દબાવવા માટે જાસૂસી સંસ્થાઓને પણ ગેરમાર્ગે દોરી હતી. 

ડો. ફૌસીએ એનઆઈએઆઈડીના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન લાખો ડોલર ચીનની વુહાન ઇન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજીને આપ્યા હતા. હવે આરોપ છે કે આ ભંડોળનો ઉપયોગ ચામાચીડિયાના કોરોના વાઇરસ પરના અત્યંત ખતરનાક રિસર્ચ ગૈન ઓફ ફંકશન માટે કરવામાં આવ્યો. 

દસ્તાવેજોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે ડો. ફૌસીએ પડદા પાછળ રહીને અમેરિકન જાસૂસી એજન્સીઓના અભિપ્રાયોને પ્રભાવિત કર્યા હતા અને તેમા ગેરરીતિ આચરી હતી. ફૌસીએ પોતાની પસંદગીના જ વૈજ્ઞાનિકોને જાસૂસી એજન્સીઓને સલાહ આપવા પસંદ કર્યા. આ વૈજ્ઞાનિકોએ એવો રિપોર્ટ તૈયાર કર્યો કે કોરોના વાઇરસ પ્રાકૃતિક રીતે ફેલાયો છે, લેબમાંથી ફેલાયો નથી. 

આ ઉપરાંત ડો. ફૌસીએ આ બાબત પરના સંપૂર્ણ સત્યને વિશ્વથી છૂપાવ્યું. લેબમાંથી  કોરોના લીક થવાવાળી વાતને દબાવી શકાય અને ફૌસી પોતાને બચાવી શકે તે પ્રકારનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ સિવાય જે નિષ્ણાતો તેમની આ આખી વાત સાથે અસંમત હતા, તેમને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા. તુલસી ગબાર્ડે ડો. ફૌસી પર અમેરિકન સંસદ સામે કસમ ખાઈને જૂઠુ બોલવાનો આરોપ પણ લગાવ્યો છે. આ આરોપ ત્યારના છે જ્યારે જૂન 2024માં સંસદની સુનાવણી દરમિયાન જ્યારે ફૌસીને પૂછવામાં આવ્યું હતું કે શું તેમણે કોરોના વાઇરસ પરના રિસર્ચને લઈને એફબીઆઈ કે સીઆઈએ જેવી સંસ્થાઓ સાથે વાત કરી હતી. ફૌસીએ રીતસર આ વાત પરથી ફરી જતા જણાવ્યું હતું કે મારે આવી કોઈ વાત થઈ નથી. જો કે નવા દસ્તાવેજ આ દાવાને ખોટા બતાવે છે. 

આ ઉપરાંત ગબાર્ડની ઓફિસે જણાવ્યું હતું કે કેટલાય વ્હીસલબ્લોઅરોએ સાક્ષી આપી છે કે જે જાસૂસી વિશ્લેષકોએ ફૌસીની થિયરીને પડકારવાનો પ્રયત્ન કર્યો, તેને નોકરીમાંથી કાઢી મૂકવાની, સાઇડલાઇન કરવાની અને કારકિર્દી ખતમ કરી નાખવાની ધમકીઓ આપવામાં આવી. 

ગબાર્ડે જણાવ્યું હતું કે હકીકતને છૂપાવવા માટે જે પદ્ધતિઓ અપનાવાઈ તે સ્પષ્ટપણે ડીપ સ્ટેટ જેવું કાવતરું છે. વર્ષો સૂધી જૂઠુ, સેન્સરશિપ અને હકીકતને દબાવ્યા પછી હવે અમેરિકન પ્રજા આ અંગે પારદર્શકતા અને જવાબદેહિતા માટે હક્કદાર છે. ડો. ફૌસી જેવા નેતાઓએ પોતાના હોદ્દાની તાકાતનો દૂરુપયોગ કર્યો, સંસદ સાથે જૂઠુ બોલ્યા અને દેશના પ્રમુખ સુદ્ધાને અંધારામાં રાખ્યા. 

ગબાર્ડના આ વિસ્ફોટક આરોપો પર ડો. એન્થની ફૌસી અને તેમના પ્રતિનિધિઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. જો કે ગબાર્ડના આરોપોના પગલે અમેરિકન રાજકારણમાં હડકંપ મચ્યો છે. લોકોના મનમાં એક સાથે અનેક સવાલો ઉઠી રહ્યા છે.