Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Iran closes the 'Strait of Hormuz' again? US-Iran peace deal collapses within hours!

ઈરાને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ફરી બંધ કર્યું? અમેરિકા-ઈરાન શાંતિ કરારના ગણતરીના કલાકોમાં ભંગાણ!

Timeછેલ્લું અપડેટ : 19 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ઈરાને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' ફરી બંધ કર્યું? અમેરિકા-ઈરાન શાંતિ કરારના ગણતરીના કલાકોમાં ભંગાણ!
સોર્સ : GSTV

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો અંત લાવવા માટે ગુરુવારે થયેલા ઐતિહાસિક શાંતિ કરારના ગણતરીના કલાકોમાં જ પાણી ફરી વળ્યું છે. ઈરાન એકવાર ફરી લાલચોળ થઈ ગયું છે અને તેણે વૈશ્વિક તેલ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Hormuz Strait) ને ફરીથી સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. ઈરાનના આ આકરા વલણ પાછળ ઈઝરાયેલ જવાબદાર છે, જેણે યુદ્ધવિરામ છતાં લેબનાન પર પોતાના હુમલા ચાલુ રાખ્યા છે. ઈરાની સેનાએ ચેતવણી આપી છે કે ઈઝરાયેલનું આ કૃત્ય અમેરિકા સાથે થયેલા કરારનું ખુલ્લું ઉલ્લંઘન છે.

App Store

IRGCની સત્તાવાર ચેતવણી: "શરતો નહીં મનાય ત્યાં સુધી નાકાબંધી રહેશે"

મેરીટાઇમ રેડિયો ચેનલો પર જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કરારની શરતોનું પાલન નહીં થાય ત્યાં સુધી આ નૌકા સૈન્ય નાકેબંધી હટાવવામાં નહીં આવે.

IRGCએ જણાવ્યું કે: "લેબનાનમાંથી ઈઝરાયેલી સેનાની પીછેહઠ, નૌકા સૈન્ય નાકેબંધી સંપૂર્ણપણે હટાવવી અને પર્શિયન ગલ્ફ (અખાતી વિસ્તાર) માંથી અમેરિકી સૈનિકોની વાપસી એ ઈરાન-અમેરિકા કરારની મુખ્ય શરતો હતી. જ્યાં સુધી આ શરતો પૂરી નહીં થાય, ત્યાં સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે બંધ રહેશે."

ટ્રમ્પ અને પેઝેશકિયને કર્યા હતા હસ્તાક્ષર
નોંધનીય છે કે, હજુ ગત બુધવારે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પેઝેશકિયને આ શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પરંતુ હવે ઈરાનનો આરોપ છે કે અમેરિકા અને ઈઝરાયેલ નિયમોનું પાલન નથી કરી રહ્યા. ઈઝરાયેલે લેબનાન છોડવાનો સાફ ઈન્કાર કરી દીધો છે અને અમેરિકી સૈન્ય પણ વિસ્તારમાં ડટેલું છે, જેને ઈરાન પોતાની સુરક્ષા માટે મોટો ખતરો માની રહ્યું છે.