Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump's statement on the Middle East issue hints at peace!

'અમે ઈરાન સાથે ડીલ કરવાની ખૂબ જ નજીક', મિડલ ઈસ્ટ મુદ્દે ટ્રમ્પના નિવેદનમાં શાંતિના સંકેત!

Timeછેલ્લું અપડેટ : 17 Apr 2026
લાઇવ ટીવીGoogle News
'અમે ઈરાન સાથે ડીલ કરવાની ખૂબ જ નજીક', મિડલ ઈસ્ટ મુદ્દે ટ્રમ્પના નિવેદનમાં શાંતિના સંકેત!
સોર્સ : gstv

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે અંત તરફ હોય તેવું લાગી રહ્યું છે. બંને દેશો વચ્ચે યુદ્ધનો માહોલ શાંત પડી રહ્યો છે અને શાંતિ સ્થાપવા માટે સમજૂતીના પાંચ મોટા સંકેતો મળી રહ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો અને બેકચેનલ વાતચીત સૂચવે છે કે મધ્ય પૂર્વમાં ટૂંક સમયમાં જ કોઈ મોટો ફેરફાર જોવા મળશે.

App Store

આ મહત્ત્વની ઘટનાક્રમના 5 મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:

1) ટ્રમ્પના નિવેદનમાં શાંતિના સંકેત

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ઈરાન સાથે યુદ્ધ પૂરું કરવા માટે ટૂંક સમયમાં સમજૂતી થઈ શકે છે. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચે આગામી બેઠક આ વીકેન્ડ પર જ યોજાય તેવી શક્યતા છે.  આ અંગે ટ્રમ્પે કહ્યું છે કે, 'તેહરાન પોતે સમજૂતી કરવા ઈચ્છે છે અને મને લાગે છે કે અમે ઈરાન સાથે ડીલ કરવાની ખૂબ જ નજીક છીએ.'

2) ન્યુક્લિયર મુદ્દા પર મોટી સહમતી

ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે કે ઈરાન તેના સમૃદ્ધ યુરેનિયમ(જેને ટ્રમ્પ વારંવાર 'ન્યુક્લિયર ડસ્ટ' કહે છે) અમેરિકાને પરત કરવા તૈયાર થયું છે. પરમાણુ હથિયારોનો મુદ્દો આ સંઘર્ષનું મુખ્ય કારણ હતું. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોય તે તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને ઈરાને આ બાબતે મજબૂત સંમતિ આપી છે.

3) પાકિસ્તાનની મધ્યસ્થી અને ટ્રમ્પની મુલાકાત

જો આ ઐતિહાસિક સમજૂતી પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં થાય, તો ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાં જવા માટે પણ તૈયાર છે. તેમણે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ અસીમ મુનીરની પ્રશંસા કરતા કહ્યું કે, ઈરાન સાથેની વાતચીતમાં તેમની ભૂમિકા મહત્ત્વની રહી છે. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ પણ અગાઉ આ મુદ્દે ઇસ્લામાબાદની મુલાકાત લઈ ચૂક્યા છે.

4) બેકચેનલ વાતચીત અને MoUની તૈયારી

અહેવાલો અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે ગુપ્ત વાતચીતમાં મોટી પ્રગતિ થઈ છે. આગામી બેઠકમાં બંને દેશો પહેલા એક 'મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ'(MoU) સાઈન કરી શકે છે, ત્યારબાદ આગામી 60 દિવસમાં સંપૂર્ણ સમજૂતી ફાઈનલ કરવામાં આવશે. પાકિસ્તાની સેના પ્રમુખ હાલ તેહરાનમાં રહીને મુશ્કેલ મુદ્દાઓ પર રસ્તો કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.

5) ઈઝરાયલ-લેબેનોન સીઝફાયરથી આશા 

ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે 10 દિવસના સીઝફાયરની જાહેરાત પણ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે. છેલ્લા એક મહિનાના હિંસક સંઘર્ષ બાદ આ સીઝફાયર લાગુ થવાથી સમગ્ર મધ્ય પૂર્વમાં શાંતિની આશા વધી છે. ટ્રમ્પે જણાવ્યું કે 34 વર્ષમાં પહેલીવાર બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી સીધી બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે, જે ઈરાન સાથેની સમજૂતી માટે પાયો બની શકે છે.