સ્પેન સહિત ત્રણ દેશોએ 'પેલેસ્ટાઈન'ને દેશની આપી માન્યતા, ઈઝરાયેલને લાગ્યો ઝટકો
ગાઝામાં હમાસના ટાર્ગેટ પર હુમલો કરીને ઈઝરાયેલને જોરદાર ફટકો પડ્યો છે. નોર્વે, આયર્લેન્ડ

ગાઝામાં હમાસના ટાર્ગેટ પર હુમલો કરીને ઈઝરાયેલને જોરદાર ફટકો પડ્યો છે. નોર્વે, આયર્લેન્ડ અને સ્પેન જેવા ત્રણ દેશોએ પેલેસ્ટાઈનને એક દેશ તરીકે માન્યતા આપવાની જાહેરાત કરી છે. નોર્વેના પીએમ જોનાસ ગાર સ્ટોરે કહ્યું કે, તે ઇઝરાયલના હિતમાં પણ છે કે બે-રાજ્ય એક સોલ્યુશન થઈ જાય. મતલબ કે ઈઝરાયેલને પણ એક દેશ તરીકે માન્યતા આપવી જોઈએ અને તે જ રીતે ગાઝા પટ્ટી અને પશ્ચિમ કાંઠે વિભાજિત પેલેસ્ટાઈનને પણ એક દેશ તરીકે માન્યતા આપવી જોઈએ. તેનાથી વિવાદનો અંત આવશે અને પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત થશે. નોર્વેના પીએમના નિવેદન બાદ હવે સ્પેન અને આયર્લેન્ડે પણ આવા જ સંકેત આપ્યા છે.
સ્પેનની સાથે આયરલેન્ડ અને નોર્વે પણ પેલેસ્ટાઈનને એક રાજ્ય તરીકે સત્તાવાર માન્યતા આપવાની જાહેરાત કરી દેતાં ઈઝરાયલને મોટો ઝટકો લાગ્યો છે. આયરિશ વડાપ્રધાન સાઈમન હેરિસે બુધવારે કહ્યું કે આ આયરલેન્ડ, સ્પેન અને નોર્વે સાથે લેવાયેલું પગલું છે. તેનો ઉદ્દેશ્ય ટુ-સ્ટેટ સોલ્યુશનના માધ્યમથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેના કાયમી સંઘર્ષનું સમાધાન કરવાનો છે.
ત્રણેય દેશો પર ઈઝરાયલ ભડક્યું
આ દરમિયાન ત્રણેય દેશોના નિર્ણયથી ઈઝરાયલ ભડક્યું હતું. તેના વિદેશમંત્રી કાટ્ઝેએ આયરલેન્ડ અને નોર્વેથી ઈઝરાયલના રાજદૂતને તાત્કાલિક ધોરણે દેશ પરત ફરવા આદેશ કરી દીધો છે. સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેજે કહ્યું કે તેમનો દેશ 28 મેના રોજ પેલેસ્ટાઈનને એક સ્ટેટ તરીકે માન્યતા આપશે. કાટ્ઝેએ કહ્યું કે નોર્વે અને આયરલેન્ડ સાંભળી લે કે અમે આ મામલે ચુપ નથી બેસવાના. આ ઈઝરાયલના સાર્વભૌમત્વ અને સુરક્ષાને નુકસાન પહોંચાડનારું પગલું છે.
અમેરિકાને પહેલાથી જાણ કરાઈ હતી
ચાલુ મહિનાની શરૂઆતમાં સ્પેનના વિદેશમંત્રી જોસ અલ્બેરેસે કહ્યું હતું કે, તેમણે અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કનને પેલેસ્ટાઈનને માન્યતા આપવાની તેમની સરકારની મંશા વિશે અગાઉથી જાણ કરી દીધી હતી. જોકે સ્પેનને પણ ઈઝરાયલે ચેતવણી આપતાં કહ્યું હતું કે તેની સામે પણ અમે નોર્વે અને આયરલેન્ડ જેવા જ પગલાં ભરીશું. ઉલ્લેખનીય છે કે ત્રણેય દેશો તરફથી પેલેસ્ટાઈનનું સમથર્ન એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે ઈઝરાયલ અને ગાઝા વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે.






