ભારત સાથે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાનના લાહોરમાં ત્રણ બ્લાસ્ટ, અફરા તફરીનો માહોલ
ભારત સાથે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાનના લાહોરમાં ત્રણ બ્લાસ્ટ થયા છે. લાહોરના વોલ્ટન, ગોપાલનગ

ભારત સાથે વધતા તણાવ વચ્ચે પાકિસ્તાનના લાહોરમાં ત્રણ બ્લાસ્ટ થયા છે. લાહોરના વોલ્ટન, ગોપાલનગર અને નસરાબાદ વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો. બનાવની જાણ થતા જ રેસક્યૂ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે બુધવારે પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણાને નિશાન બનાવ્યા હતા. જે બાદ લોકોમાં ડરનો માહોલ છે. આ વચ્ચે લાહોરમાં સીરિયલ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટ કોણે કર્યા તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યુ નથી.
લાહોરમાં ત્રણ સીરિયલ બ્લાસ્ટ
વિસ્ફોટ એક બિલ્ડિંગ સામે થયો હતો. તે બાદ બિલ્ડિંગની ઉપરથી ધુમાડો જોવા મળ્યો હતો. લાહોરના ગુલબર્ગ વિસ્તાર અને નસીહાબાદના ગોપાલનગરમાં પણ વિસ્ફોટ થયો હતો. આ ઘટના બાદ અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. આ વિસ્ફોટ સવારે 8.15 વાગ્યાની નજીક થયો હતો.






