મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

શું ટેરિફ યુદ્ધ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ કોઈ મોટી જાહેરાત કરશે?, સંસદમાં ટ્રમ્પના ભાષણ પર સમગ્ર વિશ્વની નજર

અમેરિકન પ્રમુખ બન્યાના બીજા કાર્યકાળ બાદ આજે પહેલીવાર તેઓ યુએસ કોંગ્રેસને સંબોધવા જઈ રહ્યા છે. આ સં

શું ટેરિફ યુદ્ધ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ કોઈ મોટી જાહેરાત કરશે?, સંસદમાં ટ્રમ્પના ભાષણ પર સમગ્ર વિશ્વની નજર

અમેરિકન પ્રમુખ બન્યાના બીજા કાર્યકાળ બાદ આજે પહેલીવાર તેઓ યુએસ કોંગ્રેસને સંબોધવા જઈ રહ્યા છે. આ સંબોધન પહેલા જ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આખી દુનિયામાં ચર્ચા જગાવી હતી કે મારા સંબંધોનમાં કંઇક મોટું થવાનું છે અને તેની થીમ ધ રિન્યૂઅલ ઓફ ધી અમેરિકન ડ્રીમ રહેવાની છે. એવી ચર્ચા છે કે તેઓ ટેરિફ વૉરથી માંડીને યુક્રેન સાથે મિનરલ ડીલ સહિત અનેક મહત્ત્વના મુદ્દાઓ પર મોટી જાહેરાત કરી શકે છે. ભારતીય સમય મુજબ, ટ્રમ્પ આજે સવારે 7.30 વાગ્યે ભાષણ આપશે.

વ્હાઈટ હાઉસે શું કહ્યું? 

વ્હાઇટ હાઉસે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે આ સંબોધનનો વિષય "અમેરિકન સ્વપ્નનું નવીકરણ" છે. તમને એ પણ જણાવી દઈએ કે ટ્રમ્પના આ ભાષણને 'સ્ટેટ ઓફ ધ યુનિયન' હેઠળ નહીં ગણવામાં આવે. કારણ કે આ ભાષણ સામાન્ય રીતે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં અમેરિકન પ્રમુખ દ્વારા આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે આ ટ્રમ્પ દ્વારા કોંગ્રેસમાં આપવામાં આવેલું સામાન્ય ભાષણ હશે.

અમેરિકન કોંગ્રેસ એ અમેરિકાની સંઘીય સરકારની કાયદાકીય શાખા છે. જો આપણે સરળ ભાષામાં કહીએ તો ત્યાંની સંસદને અમેરિકન કોંગ્રેસ કહેવામાં આવે છે. ભારતીય સંસદની જેમ, તેમાં પણ બે ગૃહો છે. નીચલા ગૃહને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ કહેવામાં આવે છે અને ઉપલા ગૃહને યુએસ સેનેટ (ભારતમાં લોકસભા અને રાજ્યસભા) કહેવામાં આવે છે. તે વોશિંગ્ટન, ડી.સી.માં આવેલી છે. તેનું આયોજન યુનાઇટેડ સ્ટેટ્સ કેપિટોલ (અમેરિકાના સંસદ ભવન) માં થાય છે.  

આ સમાચાર શેર કરો