ઈરાને મધ્ય પૂર્વમાં મચાવ્યો હાહાકાર, દુબઈ- અબુધાધી, દોહા સહિત અનેક શહેરોમાં મિસાઈલ હુમલા

ઈરાની મીડિયાએ દાવો કર્યો હતો કે ઈઝરાયલે એક સ્કૂલને નિશાન બનાવી હતી જેમાં પાંચ વિદ્યાર્થિનીઓના મોત નીપજ્યા હતા. જ્યારે કતારમાં કરાયેલા ઈરાની હુમલામાં 3 નાગરિકો ઈજાગ્રસ્ત થયાની માહિતી અત્યાર સુધી સામે આવી છે. એવા પણ અહેવાલ છે કે અબુધાબીમાં એરપોર્ટની નજીક જ હુમલા કરવામાં આવ્યા હતા.
UN તાત્કાલિક બેઠક બોલાવે: ઈરાન
ઈરાનના વિદેશ મંત્રાલયે મોટું નિવેદન આપ્યું છે. UNSCની તાત્કાલિક સુરક્ષા બેઠક બોલાવવામાં આવે. ઈરાન વિરૂદ્ધ કાર્યવાહી રોકવાની અપીલ કરાઈ છે.
ઈઝરાયલનો મોટો દાવો, ખામેનેઈ અને પેઝેશ્કિયાનને નિશાને લીધા
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ અને ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનને નિશાન બનાવ્યા છે. અમે આ હુમલાઓના રિઝલ્ટ આવવાની રાહ જોઈ રહ્યા છીએ.
ગલ્ફ દેશોમાં એર ઈન્ડિયાએ તમામ ફ્લાઈટ્સ રદ કરી
યુદ્ધની સ્થિતિ સર્જાતા એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે ગલ્ફ દેશોમાં સંચાલિત તમામ ફ્લાઈટ્સ રદ કરી છે.
ઈરાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા
ઈરાનમાં હાલ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી સામે આવી રહી છે. ભારતીય વિદ્યાર્થીઓએ ભારત સરકાર પાસે માંગ કરી છે કે તેમને તાત્કાલિક ઈરાનથી સુરક્ષિત બહાર કાઢવામાં આવે.
ઉત્તર ઇઝરાયલ પર ઈરાનનો મોટો હુમલો
ઈરાને ફરી ઇઝરાયલ પર હુમલા કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર ઇઝરાયલમાં એક 9 માળની બિલ્ડિંગ પર ઇઝરાયલે હુમલો કર્યો હોવાનો દાવો કરાયો છે. જેને લઈને મોટું નુકસાન થયાની આશંકા છે.
ઈઝરાયલે કહ્યું - અમે 70 હજાર રિઝર્વ ફોર્સને બોલાવીશું
ઈરાન સાથે ભયાનક યુદ્ધ શરૂ થતાં જ ઈઝરાયલે કહ્યું છે કે અમે અમારા 70 હજાર રિઝર્વ ફોર્સને પણ બોલાવીશું. ઈરાનના હુમલા બાદ UAEએ પ્રતિક્રિયા આપી છે કે, 'ઈરાનના હુમલાનો અમે પણ જવાબ આપીશું'

