Video: ભારતીય વિદેશ સચિવ સાથે નેપાળી PM બાલેન શાહની બેઠક, ભારત પ્રવાસ પહેલા પ્રોટોકોલ બદલ્યો

સોર્સ: gstv

નેપાળના વડાપ્રધાન બાલેન શાહે પોતાના વ્યક્તિગત રાજદ્વારી પ્રોટોકોલમાં મોટો બદલાવ લાવતાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરી સાથે મહત્વની મુલાકાત કરી છે. લગભગ છ મહિના પહેલા વિદેશ સચિવ સ્તરના અધિકારીઓને મળવાનો ઇનકાર કરનાર શાહનો આ યુ-ટર્ન નેપાળના આર્થિક હિતો અને પ્રાદેશિક વાસ્તવિકતાઓને દર્શાવે છે. આ મુલાકાત બાલન શાહની આગામી ૨૨ નવેમ્બરની સંભવિત ભારત યાત્રા પહેલા થઈ છે, જે માર્ચમાં પદભાર સંભાળ્યા બાદ તેમની પ્રથમ દ્વિપક્ષીય વિદેશ યાત્રા હશે. ઉલ્લેખનીય છે કે, મે ૨૦૨૫માં શાહે વિદેશ મંત્રીથી નીચલા સ્તરના રાજદ્વારીઓને ન મળવાનો પ્રોટોકોલ બનાવ્યો હતો, જેના કારણે મિસરીની નેપાળ યાત્રા ટળી હતી. પરંતુ હવે ભારત પ્રવાસ પહેલા સંબંધોને નવી દિશા આપવા આ બેઠક યોજાઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત