Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : The boat capsized due to bad weather

Vietnamમાં 'વિફા' વાવાઝોડાનો કહેર, ખરાબ વાતાવરણને કારણે બોટ પલટી; 30થી વધુના મોત

Timeછેલ્લું અપડેટ : 19 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Vietnamમાં  'વિફા' વાવાઝોડાનો કહેર, ખરાબ વાતાવરણને કારણે બોટ પલટી; 30થી વધુના મોત
સોર્સ : GTSV

વિયેતનામથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. શનિવારે(19 જુલાઈ) વિયેતનામના હાલોંગ ખાડીમાં પ્રવાસીઓ સવાર હોડી પલટી જતાં 30થી વધુ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ખરાબ હવામાનને કારણે બની હતી. સરકારી મીડિયા અનુસાર, હોડીમાં કુલ 53 લોકો સવાર હતા. દક્ષિણ ચીન સમુદ્રમાંથી 'વિફા' વાવાઝોડું વિયેતનામ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે બપોરે લગભગ 2 વાગ્યે (સ્થાનિક સમય) બોટ પલટી ગઈ. આ સમયે દરિયામાં ભારે પવન, ભારે વરસાદ અને વીજળી પણ પડી રહી હતી. મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 11 લોકોને જીવતા બચાવી લેવાયા છે. જ્યારે 34 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. મૃતકોમાં 8 બાળકો પણ સામેલ છે.

App Store

બોટ પર 53 લોકો હતા સવાર

સ્થાનિક સમાચાર એજન્સીઓના જણાવ્યા અનુસાર, વધુ પડતા પ્રવાસીઓએ રાજધાની હનોઈના રહેવાસી હતા. રાહત અને બચાવ ટીમ હજુ પણ જીવતા બચેલા લોકોની શોધખોળ કરી રહી છે. અત્યાર સુધીમાં પ્રવાસીઓની રાષ્ટ્રીયતાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ખરાબ હવામાનના કારણે બની દુર્ઘટના

વિયેતનામની રાજધાની હનોઈથી 200 કિલોમીટર દૂર આવેલી હાલોંગ ખાડીમાં દુર્ઘટના બની છે. દર વર્ષે મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવે છે અને બોટમાં સવારીની મજા માણે છે. આ વર્ષે દક્ષિણ ચીન સાગરમાં આવનારું ત્રીજું વાવાઝોડું વિફા છે, જે ગત અઠવાડિયાની શરૂઆતમાં વિયેતનામના ઉત્તર વિસ્તારમાં ટકરાઈ શકે છે. વાવાઝોડાના કારણે હવામાન ખરાબ થઈ ગયું છે, જેનાથી હવાઈ મુસાફરી પણ ખોરવાઈ છે. નોઈ બાઈ એરપોર્ટે જણાવ્યું કે, શનિવારે 9 આવનારી ફ્લાઈટને બીજા એરપોર્ટ પર ડાયવર્ટ કરવી પડી અને 3 ફ્લાઈટને કેન્સલ કરવી પડી.