Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Two women fought like bulls on a SPICE JET flight

ફ્લાઈટમાં બે મહિલાઓ આખલાની જેમ ઝગડી પડી, ટેકઓફ પછી પ્લેન પાછું લાવવું પડ્યું

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2025
લાઇવ ટીવીGoogle News
ફ્લાઈટમાં બે મહિલાઓ આખલાની જેમ ઝગડી પડી, ટેકઓફ પછી પ્લેન પાછું લાવવું પડ્યું
સોર્સ : AI IMAGE

દિલ્હીથી મુંબઈ જઈ રહેલી સ્પાઈસજેટની SG 9282 ફ્લાઈટમાં વિચિત્ર ઘટના બની હતી. જેમાં વિમાનમાં સવાર બે મુસાફરોએ જબરદસ્તી કોકપીટમાં જવાનો પ્રયાસ કર્યો હતો. આ વિમાન મુંબઈ જઈ રહ્યું હતું ત્યારે આ ઘટના બની હતી. સ્પાઈસજેટે જણાવ્યું કે આ સ્થિતિમાં વિમાનને ફરી બે પર લાવવામાં આવ્યું હતું. તેમજ બંને મુસાફરોને દિલ્હી એરપોર્ટ ઉતારીને સુરક્ષા દળોને સોંપી દેવામાં આવ્યા હતા.

App Store

ફ્લાઈટ મોડી સાંજે રવાના થઈ

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ 14 જુલાઈના રોજ દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં બે મુસાફરોએ વિમાનના કોકપીટમાં જબરજ્સ્તી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. સ્પાઈસ જેટની ફ્લાઈટે ટેકઓફ કર્યાની ગણતરીની મિનિટોમાં પરત ફરી હતી. ફ્લાઈટ ટેકઓફ થઈ એ વખતે વિમાનમાં બેઠેલી બે મહિલાઓ એકબીજા સાથે ઝઘડી પડી હતી. લડાઈ એટલી બધી વધી કે તેઓએ કોકપીટ પર પ્રહાર કરવા લાગી હતી. આની લીધે આખી ફ્લાઈટમાં હડકંપ મચ્યો હતો.  મહિલાઓને અન્ય લોકો દ્વારા વારંવાર સૂચના છતાં બંનેમાંથી કોઈ શાંત થઈ નહોતી. રસ્તા પર ભૂરાટા થયેલા આખલા ઝગડે તેમ બંને મહિલાઓ ઝગડી રહી હતી.

બંને મહિલા પ્રવાસીને ફ્લાઈટમાંથી ઉતારી દીધી

કેબિન ક્રૂ, અન્ય પ્રવાસીઓ અને કેપ્ટન દ્વારા વારંવાર રોકવા છતાં બંને મુસાફરો પોતાની સીટ ઉપર પરત જવા તૈયાર નહોતા. પ્રવાસીઓ અને ક્રૂની સુરક્ષાને ધ્યાને રાખીને ફ્લાઈટ કેપ્ટને વિમાનને રનવે તરફ લઈ જવાને બદલે પરત લાવવાનો નિર્ણય લીધો. એ પછી બંને મહિલા પ્રવાસીને ફ્લાઈટમાંથી ઉતારી દઈ CISFને સોંપી દેવાયા હતા. વિમાનના ઉડ્ડયન પર નજર રાખનારી વેબસાઈટ અનુસાર આ ઘટના લીધે ફલાઈટ નંબર 9282 જે બપોરે 12 વાગે રવાના થવાની હતી તે સાંજે 7.21 કલાકે રવાના થઈ હતી.

ડીજીસીઆઈએ નિર્દેશ આપ્યો
ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશના તપાસ અહેવાલ બાદ ભારતમાં સેવા આપતી તમામ એરલાઇન્સને તેમના બોઇંગ 787 કાફલામાં ફ્યુઅલ સ્વિચનું નિરીક્ષણ કરવું પડશે. ડીજીસીએ આ નિર્દેશ આપ્યો છે. આ તપાસ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા માટે પણ ડીજીસીઆઈએ નિર્દેશ આપ્યો છે.

ટોપિક્સ:spicejet flightflightswomangstv