ઈઝરાયેલના હુમલાથી ગભરાયેલા હિઝબુલ્લાહે શરણાગતિ માટે તૈયારી બતાવી? નવા નેતાએ કહી આ વાત
ઈઝરાયેલના હુમલાથી ડરી ગયેલું લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ શરણાગતિ સ્વીકારવાના મૂડમાં દેખાઈ

ઈઝરાયેલના હુમલાથી ડરી ગયેલું લેબનીઝ આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ શરણાગતિ સ્વીકારવાના મૂડમાં દેખાઈ રહ્યું છે. નવા નેતા નઈમ કાસિમે બુધવારે આ બાબતનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે, જો ઓફર મળે છે તો શરતો પર યુદ્ધવિરામ પર સહમતિ બની શકે છે. જણાવી દઈએ કે ઈઝરાયેલની સેનાએ હિઝબુલ્લાહના ગઢ પર બોમ્બમારો વધારી દીધો છે.
આ પણ વાંચોઃ જોધપુર બ્યુટીશિયન હત્યાકાંડ/ 6 ટુકડામાં મળ્યો મૃતદેહ, માનેલા ભાઈએ જ 10 ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધી
ગત મહિને હિલબુલ્લાહના નેતા હસન નસરાલ્લાહની હત્યા બાદ નેતૃત્વ સંભાળનાર કાસિમે જણાવ્યું હતું કે, હિઝબુલ્લાહ લાંબા સમય સુધી ઇઝરાયેલી લશ્કરી કાર્યવાહીનો પ્રતિકાર કરવા માટે તૈયાર છે. જો કે, જો ઇઝરાયેલ વિશ્વસનીય પ્રસ્તાવ રજૂ કરવા પર વાટાઘાટો દ્વારા યુદ્ધવિરામની શક્યતા તેમણે સ્વીકારી.
અલ-જાદીદ સાથેની મુલાકાત દરમિયાન તેણે કહ્યું, જો ઇઝરાયેલીઓ નક્કી કરે છે કે તેઓ આક્રમણ રોકવા માંગે છે, તો અમે તે સ્વીકારીએ છીએ. પરંતુ તેણે અમારી શરતો પૂરી કરવી પડશે.
ઇઝરાયલી દળોએ પૂર્વી શહેર બાલબેકને નિશાન બનાવીને હુમલાઓ તેજ કર્યા છે. જેને હિઝબુલ્લાહનો ગઢ માનવામાં આવે છે. ઇઝરાયેલના હવાઈ હુમલામાં એક વરિષ્ઠ હિઝબુલ્લાહ કમાન્ડર માર્યો ગયો હતો અને અસંખ્ય જાનહાનિ થઈ હતી. લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે માત્ર બાલબેકમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા હતા.
લેબનીસ વડાપ્રધાન નજીબ મિકાતીએ યુદ્ધવિરામની શક્યતા અંગે આશાવાદ વ્યક્ત કર્યો છે. આ પહેલા અમેરિકી રાજદૂત એમોસ હોચસ્ટીને કહ્યું હતું કે 5 નવેમ્બરે અમેરિકાની ચૂંટણી પહેલા સમજૂતી થઈ શકે છે. ઇઝરાયેલના ઉર્જામંત્રી એલી કોહેને સંભવિત યુદ્ધવિરામની શરતો અંગે સુરક્ષા કેબિનેટની અંદર ચાલી રહેલી ચર્ચાઓની પુષ્ટિ કરી છે. ઇઝરાયેલી સરહદ નજીકના વિસ્તારોમાંથી હિઝબુલ્લાહના ખસી જવા પર આ શરત હોઈ શકે છે. એક આંકડા મુજબ સપ્ટેમ્બરમાં સંઘર્ષ ફરી શરૂ થયો ત્યારથી લેબનોનમાં ઓછામાં ઓછા 1,754 મૃત્યુ થયા છે.






