મધ્ય પૂર્વમાં તણાવ: સાઉદીની ઓઇલ રિફાઇનરીઓ પર હુથીઓનો હુમલો; ઇરાનની ધમકી સામે ટ્રમ્પની ચેતવણી

મધ્ય પૂર્વમાં તણાવ: સાઉદીની ઓઇલ રિફાઇનરીઓ પર હુથીઓનો હુમલો; ઇરાનની ધમકી સામે ટ્રમ્પની ચેતવણી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

યમનના બળવાખોર જુથ હુથી દ્વારા સાઉદી પર હુમલા કરવામાં આવ્યા હતા અને ઓઇલ રિફાઇનરીઓને નિશાન બનાવવામાં આવી હતી, આ દાવો હુથીઓ દ્વારા જારી એક નિવેદનમાં કરવામાં આવ્યો હતો, બળવાખોર જુથે વધુમાં કહ્યું હતું કે અમે સીધા સાઉદીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન સાધીને આ હુમલો કર્યો હતો. જ્યારે ઇરાને પણ અમેરિકાને વળતા હુમલાની ધમકી આપી છે.

હુથીઓએ જણાવ્યું હતું કે સાઉદી અને તેના સમર્થક સૈન્ય દ્વારા કરાયેલા હુમલામાં ૧૧ લોકો માર્યા ગયા હતા, બાદમાં સાઉદી પર હુમલો કરવામાં આવ્યો હતો. પશ્ચિમ યમનમાં કરાયેલા આ હુમલામાં ૧૯થી વધુ લોકો ઘાયલ થયા હતા. હાલ સાઉદી અને હુથીઓ બન્ને દ્વારા સામસામે હુમલા કરવામાં આવી રહ્યા છે. જ્યારે ઇરાને પણ અમેરિકાને વળતો હુમલો કરવાની ધમકી આપી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ ૨૦૨૭માં વધુ આકરા હુમલા કરવાની ચેતવણી આપી છે.

જાહેરાત

ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘેઇએ કહ્યું હતું કે અમારા પર હુમલો કરવામાં આવ્યો તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ઇરાનની બેલિસ્ટિક મિસાઇલો તૈયાર જ છે. યોગ્ય સમય પર તેનો ઉપયોગ કરવામાં આવશે અને દુશ્મનો સુધી તેને પહોંચાડવામાં આવશે. જ્યારે ઇઝરાયેલ દ્વારા ગાઝામાં જે હુમલા કરવામાં આવ્યા તેમાં અનેક ઇમારતોનો નાશ કરવામાં આવ્યો છે, આ હુમલાઓને કારણે ગાઝાના નાગરિકો ઘર વિહોણા તો થઇ જ ગયા છે સાથે સાથે હવે ગાઝામાં પર્યાવરણને લઇને અનેક પ્રશ્નો ઉભા થયા છે. ઠેર ઠેર મેટલ, મેડિકલ સામાન વગેરેને કારણે પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું છે. કેટલોક કાટમાળ સળગી રહ્યો છે, કેટલોક ખંડેર અવસ્થામાં પડયો છે. જ્યારે સોશિયલ મીડિયા પર તાજેતરના 'મિડ-ટર્મ-પોલ'નો ઉલ્લેખ કરતાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આગાહી ઉચ્ચારી હતી કે, ડેમોક્રેટસના વિજયથી સ્ટોક માર્કેટમાં કડાકો બોલશે, અને ઇરાન વધુને વધુ આક્રમક બનતું જશે.

ઇરાન હુમલા યથાવત રાખશે તો અમેરિકા દ્વારા તેના પર ફરી હુમલા કરવામાં આવશે. ઇરાન ચૂંટણી પહેલા કરતા હવે વધુ આક્રામક બન્યું છે અને આગામી વર્ષે અમે તેનો જવાબ આપીશું.

આ સમાચાર શેર કરો

જાહેરાત