Video: મધ્યપ્રદેશના કટનીમાં આઝાદ ચોક સ્થિત બે માળની ઈમારતમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી

કટનીના આઝાદ ચોક સ્થિત એક બે માળની ઈમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં જ આગની જ્વાળાઓએ સમગ્ર ઈમારતને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ભીડભાડવાળા વિસ્તારમાં આગ લાગવાને કારણે આસપાસના રહીશો અને વેપારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
જાહેરાત
















